Site icon News Continuous Bureau

વિદેશથી આવનારા નાગરિકોને હવે કમ્પ્લસરી પાંચ સિતારા હૉટેલમાં નહીં રહેવું પડે, સરકારે નિયમ બદલ્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
દેશમાં કોરોનાનું સંકટ છવાયું ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ વિદેશથી પરત ફરેલા નાગરિકોને ફરજિયાત પાંચ સિતારા હૉટેલમાં ક્વૉર્ન્ટાઇન કરવાનો નિર્ણય લીધો હતો. હવે આ નિર્ણયને રદ કરવામાં આવ્યો છે. જેને લીધે વિદેશથી મુંબઈ આવનારા હજારો નાગરિકોને રાહત મળી છે.

પાંચ સિતારા હૉટેલમાં ૧૪ દિવસ ક્વૉર્ન્ટાઇન થનારા નાગરિકોએ ભારે રકમ ચૂકવવી પડતી હતી. એથી પાલિકાનો આ નિર્ણય તેમના માટે માથાનો દુખાવો બની ગયો હતો. નાગરિકોએ પોતાને હૉટેલને બદલે ક્વૉર્ન્ટાઇન કેન્દ્રોમાં મોકલવામાં આવે એવી વારંવાર રજૂઆત કરી હતી, છતાં આટલા સમયમાં પાલિકાએ આ વાતની ખાસ નોંધ લીધી ન હતી. 

Join Our WhatsApp Community

ભારતીય શેરબજારમાં તેજી, Sensex એ પહેલીવાર 59 હજારની સપાટી કૂદાવી, નિફ્ટીએ પણ બનાવ્યો નવો રેકોર્ડ..

આ સંદર્ભે ઉત્તર મુંબઈના ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટીએ પ્રયત્નો કર્યા બાદ પાલિકાએ પાંચ સિતારા હૉટેલમાં ક્વૉર્ન્ટાઇનના નિર્ણયને રદ કર્યો છે. આ કામ બદલ ગોપાલ શેટ્ટીનું બહુમાન રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ કર્યું હતું.

Milk Adulteration Racket: મલાડમાં બ્રાન્ડેડ પેકેટમાં ભેળસેળયુક્ત દૂધનું રેકેટ ઝડપાયું, ૪૭૩ લિટર જથ્થો જપ્ત
Digital Arrest Fraud:મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વિધવા મહિલાની ₹60 લાખની લૂંટ: ઠગો ઘરે આવીને રોકડા લઈ ગયા, પોલીસ પણ સ્તબ્ધ
Kerala Murder: કેરળનો ખતરનાક હત્યારો મુંબઈમાં ભંગાર વીણનારો બનીને છુપાયો, CSMT પરથી RPF એ ફિલ્મી ઢબે દબોચી લીધો
BKC Incident:BKC માં ‘Simba Uproar’ ઇવેન્ટમાં સનસનાટી: MBA વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો, હજારોની મેદની વચ્ચે સુરક્ષામાં મોટી ખામી!
Exit mobile version