ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૫ મે 2021
બુધવાર
મુંબઈ શહેરમાં ગત વીસ દિવસથી સખત લોકડાઉન ચાલુ છે. લોકો અપાર તકલીફોનો સામનો કરી રહ્યા છે. વેપારીઓના ધંધા બંધ છે. જેને કારણે મુંબઈ શહેરમાં પરિસ્થિતિ થાળે પડે છે. મુંબઈવાસીઓની મહેનત રંગ લાવી રહી છે ત્યારે આ રંગમાં ભંગ પાડવા માટે બહારગામથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય મુંબઈ તરફ આવી રહ્યા છે. રેલવે પાસેથી પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર મધ્ય રેલવે થી દૈનિક 40 હજાર જ્યારે કે પશ્ચિમ રેલવે થી દૈનિક ૨૦ હજાર લોકો બહારગામથી આવી રહ્યા છે. જે લોકો આવી રહ્યા છે તેઓના રેલવે સ્ટેશન પર ટેસ્ટ નથી કરવામાં આવતા. આ ઉપરાંત આ લોકો કઈ જગ્યાએ રોકાવાના છે અને ક્યાં ફરવાના છે તેની પણ કોઈ માહિતી સરકાર દ્વારા લેવામાં આવતી નથી.
હલકી પબ્લિસિટી ની ઝંખના કેળવતી મુંબઈ મહાનગરપાલિકાએ ડ્રાઇવ ઇન વેક્સિનેશન શરૂ કર્યું. પણ ભાઈ વેક્સિન ક્યાં છે??
આમ મુંબઈ વાસીઓ ઘરની ચાર દીવાલમાં કેદ છે ત્યારે સરકારની ઉદાસીનતા અને ઓછી કાર્યક્ષમતાને કારણે કોરોના ની ત્રીજી લહેર આવે તો નવાઈ નહીં.