ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩ એપ્રિલ 2021
શનિવાર
મુંબઈ શહેરમાં ઊંચી ઈમારતોમાં ઘૂસી ગયેલો કોરોના બહાર નીકળવાનું નામ નથી લઇ રહ્યો. આ કારણથી મુંબઈ મહાનગર પાલિકાઓ એ ઇમારતો સીલ કરવાનું શરૂ કર્યું છે. શુક્રવાર ના દિવસે મુંબઈ શહેરમાં કુલ 660 બિલ્ડિંગોને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત 7500 ફ્લોર એટલે કે માળને સીલ કરવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાના આંકડા મુજબ હાલ મુંબઈ શહેરમાં 80 દૂષિત વિસ્તાર જાહેર કરાયા છે. આ દુષિત વિસ્તારોમાંથી ૯૦ ટકા વિસ્તાર ધનિકોના એટલે કે ઊંચી ઈમારતોના છે.
અગમચેતીના પગલારૂપે મહાનગરપાલિકાએ અનેક સોસાયટીઓ અને આદેશ આપ્યો છે કે તેઓ વખતોવખત આખે આખી સોસાયટીને સેનેટાઈઝ કરતા રહે. આમ મહાનગરપાલિકાના આ પગલાને કારણે મુંબઇ શહેરના ત્રણ લાખથી વધુ લોકો અત્યારે ઘરની ચાર દીવાલમાં કેદ થયા છે.
