Site icon

Mumbai : ચાબડ હાઉસના ફોટાથી મુંબઈમાં મચ્યો ખળભળાટ…મુંબઈ ફરી આતંકવાદીઓના નિશાના પર…. પોલીસ તંત્ર એલર્ટ… જાણો શું છે આ મુદ્દો…

Mumbai : મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ આતંકવાદી શકમંદો પાસેથી કોલાબામાં ચાબાડ હાઉસના ગુગલ ફોટા રિકવર કર્યા છે.

Threat of terrorist attack on Mumbai again? Photos of Chabad House found with terrorists; Police system alert

Threat of terrorist attack on Mumbai again? Photos of Chabad House found with terrorists; Police system alert

News Continuous Bureau | Mumbai

 Mumbai : મુંબઈ (Mumbai) ના કોલાબા (Colaba) માં ચાબડ હાઉસ (Chabad House) ના ફોટા આતંકવાદી પાસેથી મળી આવતા ખળભળાટ મચી ગઈ છે. મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ આતંકવાદીઓ પાસેથી કોલાબામાં ચાબડ હાઉસના ગુગલ ફોટા રિકવર કર્યા છે. આનાથી તંત્ર એલર્ટ થઈ ગયું છે અને ચાબડ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Join Our WhatsApp Community

શંકાસ્પદ આતંકવાદી પાસેથી ચાબડ હાઉસના ફોટા

એટીએસ (ATS) ના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ આતંકવાદીઓ પાસેથી કોલાબાના ચાબડ હાઉસના કેટલાક ગુગલ ફોટા મળી આવ્યા છે. આ પૃષ્ઠભૂમિમાં, ચાબડ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચાબાડ હાઉસમાં પહેલેથી જ ખૂબ જ ઊંચી સુરક્ષા છે. કોલાબા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે મધ્ય અને બહારના વિસ્તારોમાં એક મોક ડ્રીલ પણ હાથ ધરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Bhuvneshwar: ઓડિશામાં મહિલાઓ સાથે ભેદભાવ….. બસ ડ્રાઈવરો મહિલાઓને બસમાં ચડતા રોકે છે… જાણો શું છે આ મુદ્દો…

કોલાબામાં ચાબડ હાઉસમાં સુરક્ષા

26/11ના આતંકવાદી હુમલાના ટાર્ગેટ પૈકીના એક ચાબડ હાઉસના ગૂગલ ફોટોઝ આતંકવાદીઓ પાસેથી મળી આવતા. હુમલાનું કાવતરું ઘડવા બદલ આ બે આરોપીઓની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન, ઘટનાને પગલે પોલીસે કોલાબામાં યહૂદી કોમ્યુનિટી સેન્ટર (Jewish Community Center) માં સુરક્ષા વધારી દીધી છે. મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી ટુકડી (Maharashtra ATS) એ આ અંગે મુંબઈ પોલીસને જાણ કરી હતી. જે બાદ આ સ્થળે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા મોકડ્રીલ પણ હાથ ધરવામાં આવી છે.

બે આતંકવાદી ATSની કસ્ટડીમાં

ATSએ થોડા દિવસો પહેલા પુણે પોલીસ પાસેથી મોહમ્મદ ઈમરાન મોહમ્મદ યુનુસ ખાન અને મોહમ્મદ યુનુસ મોહમ્મદ યાકુબ સાકીની ધરપકડ કરી હતી . આ બંને રાજસ્થાન (Rajasthan) ના રતલામના વતની છે અને હાલ મહારાષ્ટ્ર એટીએસની કસ્ટડીમાં છે. આ બંને આરોપીઓ પર NIA દ્વારા પાંચ લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તે જ સમયે, તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ આરોપી આતંકવાદી સંગઠન અલ સુફા (Al Suffa) સાથે સંબંધિત છે.

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version