Site icon

શિવસેનાની સરકારે ભાજપના ત્રણ કોર્પોરેટર ને આ કેસ હેઠળ ‘ફીટ’ કરી નાખ્યા. હવે આગોતરા જામીન લેવા દોડ્યા. જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

19 જાન્યુઆરી 2021

શિવસેનાની સરકારે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપના કોર્પોરેટરો ને સાણસામાં લેવાના શરૂ કર્યા છે. જુલાઈ મહિનામાં બેસ્ટ ના  વધુ પડતા બિલ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ના કોર્પોરેટરો દ્વારા બેસ્ટ ભવન પર મોરચો કાઢવામાં આવ્યો હતો. આ મોરચાના દરમિયાન ૩૫ થી વધુ ભાજપના નેતા અને કાર્યકર્તાઓએ ગેટ કૂદીને બેસ્ટ ભવનમાં પ્રવેશ કર્યો હતો. 

આ આંદોલનના સંદર્ભમાં મુંબઈ પોલીસે એપેડેમીક ડિઝાસ્ટર એક્ટ તેમજ પબ્લિક પ્રોપર્ટી એક્ટ, મહારાષ્ટ્ર પોલીસ એક્ટ અને ભારતીય દંડ સહિતા ઉપરાંત સરકારી કર્મચારીઓને ડરાવવા ધમકાવવા નો આરોપ અને કલમ લગાડીને ભાજપના નેતાઓ ની ધરપકડ માટે નો કાનૂની ગાળિયો તૈયાર કરી નાખ્યો.

મુંબઈ પોલીસથી બચવા માટે ભાજપના ચાર કોર્પોરેટરોએ આગોતરા જામીન લીધા છે. નેહલ શાહ, રાજશ્રી શિવરડેકર, સંજય આબોલે, તેમજ રાજપુરોહિત ના દિકરા આકાશ પુરોહિતે anticipatory bail લીધા છે.

તેમને આગોતરા જામીન મંજૂર કરતા સમયે કોર્ટે કહ્યું કે અઘરા સમયમાં પ્રદર્શન કરવું એ યોગ્ય નથી. આમ ભાજપના કોર્પોરેટરોએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન લીધા.

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version