Site icon

પેટ કરાવે વેઠ! ઉત્તર મુંબઈના આ વિસ્તારમાં સેપ્ટિક ટેન્કની સફાઈ કરનારા ત્રણ મજૂરોના ગૂંગળાઈને થયા મોત.. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

કાંદીવલી(વેસ્ટ) ચારકોપ શૌચાલયની સફાઈ કરતા સમયે સેપ્ટિક ટાંકીમાં પડી જવાથી ગૂંગળાઈ ત્રણ મજૂરોના  બદનસીબે મૃત્યુ થયા હોવાનો બનાવ બન્યો હતો.

Join Our WhatsApp Community

ચારકોપમાં લિંક રોડ પર અથર્વ કોમ્પલેક્સની સામે આવેલા એકતાનગરમાં પાલિકાના સુલભ શૌચાલયની ટાંકી ભરાઈ ગઈ હતી, તેથી તેને સાફ કરવાનું કામ એક કોન્ટ્રેક્ટરને આપવામાં આવ્યું હતું.

કોન્ટ્રેક્ટરના માણસો ગુરુવારે બપોરના તેની સફાઈ માટે ગયા હતા. સાંજના 4.30 વાગ્યાની આસપાસ એક મજૂરનું બેલેન્સ જતા તે ટાંકીમાં પડી ગયો હતો. તેની મદદે અન્ય બે મજૂરો ગયા હતા, તેઓ પણ બેલેન્સ ખોઈને ટાંકીમાં પડી ગયા હતા.

 આ સમાચાર પણ વાંચો : લો બોલો!! મુંબઈ મેટ્રોએ જ પાલિકાને લગાવ્યો ચૂનો. આટલા કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવ્યો નથી.. જાણો વિગતે

સેપ્ટિક ટેંક ભરેલી હોવાથી તેમાં રહેલી ગંદકીને કારણે મજૂરોને શ્વાસ લેવામાં ત્રાસ થયો હતો. સ્થાનિક નાગરિકો અને ફાયરબ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથમાં લીધું હતું. ત્રણેય મજૂરોને બહાર કાઢીને નજીકની શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તે અગાઉ જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પોલીસે આ પ્રકરણમાં ગુનો નોંધી તપાસ ચાલુ કરી હતી.
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version