Site icon

મુંબઈના કાંદિવલી વિસ્તારમાં ચકચાર- ડ્રાઈવરે પ્રેમિકા સહિત પરિવારના સભ્યોની કરી હત્યા-પોલીસે નોંધ્યો ગુનો

News Continuous Bureau | Mumbai 

મુંબઈના કાંદિવલી વેસ્ટમાં(Kandivali West) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની પ્રેમિકા(Lover) સહિત તેની માતા અને બહેનની હત્યા(Murder) કરીને પોતે આત્મહત્યા(Suicide) કરી લીધી. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.  

Join Our WhatsApp Community

પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કાંદિવલી પશ્ચિમમાં એક બંધ હોસ્પિટલ છે. ત્યાં એક મહિલા ડૉક્ટર તેની બે દીકરીઓ સાથે રહેતી હતી. તેના માટે કામ કરતા ડ્રાઈવરનો મહિલા તબીબની નાની છોકરી સાથે પ્રેમ પ્રકરણ(Love Affair) ચાલી રહ્યું હતું. જેના કારણે તેની અને યુવતીની માતા વચ્ચે બુધવારે મોડી રાતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ તકરારમાં તેણે પહેલા માતાની હત્યા કરી. બાદમાં તેણે બંને બહેનોની(Sisters) હત્યા કરી અને પછી પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. 

આ સમાચાર પણ વાંચો : પહેલા જ વરસાદમાં હાલત ખરાબ-અંધેરી સબવે બંધ થયો-જુઓ વિડિયો

પોલીસ અધિકારીઓએ(Police officers) મીડિયાને જણાવ્યું કે, આજે સવારે દેના બેંક જંકશન(Bank junction) પરથી અમને એક કોલ આવ્યો હતો, ત્યારબાદ અમારી ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અમે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે બિલ્ડીંગના બીજા માળે બે મહિલાઓ લોહીથી લતપથ હાલતમાં મળી આવી હતી, જ્યારે પહેલા માળે એક મહિલા અને એક પુરુષ મૃત હાલતમાં મળી આવ્યો હતો.  પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ કિરણ દલવી(Kiran Dalvi), મુસ્કાન દલવી(Muskan dalvi), ભૂમિ દલવી(Bhumi Dalvi) અને શિવદયાલ સેન(Shivdayal Sen) તરીકે થઈ છે

મુંબઈ પોલીસના(Mumbai Police) પ્રવક્તા ડીસીપી સંજય લાટકરે(DCP Sanjay Latkar) જણાવ્યું હતું કે અમે ગુનાના સ્થળેથી(crime scene) મૃતકના પેન્ટના જમણા ખિસ્સામાંથી ચાર સ્યુસાઈડ નોટ્સ(Suicide notes) મળી આવી છે અને આ સ્યુસાઈડ નોટોના આધારે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version