Site icon News Continuous Bureau | Mumbai

રશિયાની ત્રણ કંપનીઓએ BMCને રસી આપવામાં રસ દાખવ્યો; આ તારીખ સુધી રસી મળવાની પાલિકાને આશા, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 મે 2021

Join Our WhatsApp Channel

શનિવાર

કોરોનાને  નિયંત્રણમાં લાવવા માટે વેક્સિનેશન આવશ્યક છે. વેક્સિનની અછતને પગલે મુંબઈમાં વેક્સિનેશન ધીમી ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ બહુ જલદી મુંબઈને રશિયાની સ્પૂટનિક V  રસી મળે એવી શક્યતા છે. ત્રણ કંપનીઓએ BMCને રશિયાની સ્પૂટનિક રસી આપવામાં રસ દાખવ્યો છે.

મુંબઈમાં વેક્સિનેશન ઝડપી રીતે થાય એ માટે વૈશ્વિક સ્તરે ટેન્ડર બહાર પાડ્યાં છે. એમાં ત્રણ ડિસ્ટ્રિબ્યુટરોએ રસ દાખવ્યો છે. તેઓએ સ્પૂટનિકની વેક્સિન આપવાની તૈયારી દર્શાવી છે.  જેમાં બે હૈદરાબાદની કંપની છે, તો એક લંડન સ્થિત કંપની છે. એ સિવાય  BMC કમિશનર ઇકબાલસિંહ ચહલે રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)ને પત્ર લખી સ્પૂટનિક વેક્સિનના એક કરોડ ડોઝ આપવાની માગણી પણ કરી છે તેમ  જ રશિયન કૉન્સ્યુલેટ સાથે પણ BMC સંપર્કમાં છે.

BMC કમિશનર ઇકબાલસિંહ ચહલના કહેવા મુજબ રશિયન કંપનીઓએ BMCને વેક્સિનનો પુરવઠો પૂરો પાડવામાં રસ દાખવ્યો છે. બધું વ્યવસ્થિત પાર પડ્યું તો મુંબઈમાં 10 જૂન સુધી સ્પૂટનિક રસીનો થોડો સ્ટૉક આવી જશે. ત્યાર બાદ દોઢથી બે મહિનામાં વેક્સિનનો બીજો સ્ટૉક મળી જશે એવો અંદાજો છે. એક વખત વેક્સિન મળી જાય તો BMC 60થી 70 દિવસમાં સમગ્ર મુંબઈમાં વેક્સિનેશન આપી શકે એવી તૈયારી રાખી છે.

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version