ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
મુંબઈ મહાનગરપાલિકાની આજે સાત માર્ચના પાંચ વર્ષ પૂરા થતા મુદત પૂરી થઈ રહી છે. એ સાથે જ આજે છેલ્લા દિવસે સ્થાયી સમિતિની છેલ્લી બેઠક યોજાવાની છે, જેમાં લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવ મંજૂરી માટે આવવાના છે. લગભગ 202 પ્રસ્તાવ મંજૂરી માટે આવવાના છે.
સ્થાયી સમિતિની ગયા અઠવાડિયે બેઠક થઈ હતી, જેને છેલ્લી માનવામાં આવતી હતી, જોકે તેમાં અનેક પ્રસ્તાવને મંજૂરી મળી નહોતી. તેથી આજે આ બેઠક રાખવામાં આવી છે. પાલિકાની આજે મુદત પૂરી થઈ જશે. ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી. તેથી આઠ માર્ચથી પાલિકા પર પ્રશાસક આવી જશે. તેથી આજની છેલ્લી બેઠકમાં મોટાભાગના પ્રસ્તાવ મંજૂર કરાવી લેવાની ઉતાવળ રહેશે.
મુંબઈના નવા પોલીસ કમિશનરે મુંબઈગરાને આપી ભેટ, મુંબઈમાં આટલા દિવસ વાહનોને ટોંઈગ નહીં કરાશે. જાણો વિગત
આજે લગભગ 202 પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં હશે, તેમાં કદાચ છેલ્લી ઘડીએ બીજા 50 પ્રસ્તાવ મંજૂરી માટે આવે એવી શક્યતા છે. ગઈ બેઠકના 180 રસ્તામાંથી 18 પ્રસ્તાવ રાખી મૂકવામાં આવ્યા હતા, તેને આજે ફરી રજૂ કરવામાં આવવાના છે.
આ પ્રસ્તાવમાં બે હોસ્પિટલના બાંધકામ, મલબાર હિલમાં વોટર રિઝવિયર, વરસાદી પાણીનો નિકાસ કરનારી પાઈપ લાઈન, નાળાના બાંધકામ, દવાની ખરીદી, રસ્તાના સિમેન્ટ અને ડામરના કામ જેવા અનેક પ્રસ્તાવ મંજૂરી માટે આવશે.
ગયા અઠવાડિયે યોજાયેલી સ્થાયી સમિતિમાં ઉતાવળે લાવવામાં આવેલા પ્રસ્તાવ સામે ભાજપે વાંધો લીધો હતો, તેથી આજની બેઠકમાં પણ ભાજપ વિરોધ કરે એવી શક્યતા છે.