ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
મુંબઈમાં વેક્સિનની અછતને પગલે મોટા ભાગનાં સરકારી અને પાલિકાનાં વેક્સિન સેન્ટર બંધ રહેતાં હોય છે, ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે વેક્સિનેશન ઝડપી બનાવવા માગે છે. એ માટે રોજની બે લાખ વેક્સિન આપવામાં આવશે એવો દાવો પાલિકાના આરોગ્ય ખાતાએ કર્યો છે. મુંબઈમાં પાલિકા, સરકાર અને ખાનગી કેન્દ્રો મળીને 438 સેન્ટર્સ પર વેક્સિન આપવામાં આવે છે.
મુંબઈમાં ગુરુવારથી શુક્રવાર સુધી આટલા ટકા પાણીકાપ રહેશે; જાણો વિગત
16 જાન્યુઆરી 2021થી અત્યાર સુધીમાં કુલ 85 લાખ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. એમાં અત્યાર સુધીમાં 63 લાખ 40 હજાર લોકોને પહેલો, તો 21 લાખ 60 હજાર લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો હોવાનું પાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું.
