ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મુંબઈના મલાડમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ ટીપુ સુલતાનના નામ પર રાખવાને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે.
આ વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, હજુ આ જગ્યાનું નામ નક્કી નથી થયું.
આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે, પ્રોજેક્ટસના સત્તાવાર નામોને આખરી ઓપ આપવાનું કામ BMCના કાર્યક્ષેત્રમાં આવે છે.
આ દરમિયાન મુંબઈ મેયરે કહ્યું છે કે, તે પાર્કના સત્તાવાર નામ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.
ઉલ્લેખનીય છે કે ભાજપ, બજરંગ દળ અને અન્ય સંગઠનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ ટીપુ સુલતાન ના નામ પર રાખવાનો વિરોધ કરી રહ્યા છે.
મહારાજાના માલિક હવે સત્તાવાર બદલાશે, એર ઈન્ડિયામાં આજથી ટાટા ગ્રુપ પોતાની સેવા ચાલુ કરશે; જાણો વિગત