Site icon News Continuous Bureau | Mumbai

Titwala Station Surprise Ticket Checking Drive ટિટવાલા સ્ટેશને રેલવેનું સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ અભિયાન ૨૫૬ વિના ટિકિટ મુસાફરો દંડાયા, રૂા. આટલા લાખથી વધુ વસૂલાત

Titwala Station Surprise Ticket Checking Drive મુંબઈ રેલવે પ્રશાસન દ્વારા ટિકિટ વગર મુસાફરી કરતા લોકો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેનાથી રેલવે તંત્રની આવકમાં વધારો થયો છે.

Titwala Station Surprise Ticket Checking Drive  ટિટવાલા સ્ટેશને રેલવેનું સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ અભિયાન ૨૫૬ વિના ટિકિટ મુસાફરો દંડાયા, રૂા. આટલા લાખથી વધુ વસૂલાત

Titwala Station Surprise Ticket Checking Drive ટિટવાલા સ્ટેશને રેલવેનું સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ અભિયાન ૨૫૬ વિના ટિકિટ મુસાફરો દંડાયા, રૂા. આટલા લાખથી વધુ વસૂલાત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Titwala Station Surprise Ticket Checking Drive મુંબઈ ડિવિઝન અંતર્ગત આવતા ટિટવાલા સ્ટેશન (Titwala Station) ખાતે રેલવે તંત્ર દ્વારા અચાનક સઘન ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ ડ્રાઇવ’ (Surprise Ticket Checking Drive) હાથ ધરવામાં આવી હતી. આ વિશેષ અભિયાન દરમિયાન વગર ટિકિટ અને અનિયમિત મુસાફરી કરતા કુલ ૨૫૬ મુસાફરો ઝડપાઈ ગયા હતા, ज्याઓની પાસેથી દંડ પેટે કુલ રૂા. ૧,૦૩,૩૩૦/ ની માતબર રકમ વસૂલ કરવામાં આવી છે.

Titwala Station Surprise Ticket Checking Drive – ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસના મુસાફરો પર તંત્રની સખ્તી

રેલવે દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ આ તપાસ અભિયાનમાં વિવિધ કેટેગરીના નિયમભંગ કરનારાઓને પકડવામાં આવ્યા હતા. જેમાં ફર્સ્ટ ક્લાસમાં વિના ટિકિટ મુસાફરી કરનાર ૧૬ મુસાફરો પાસેથી રૂા. ૯,૬૬૫/-, ફર્સ્ટ ક્લાસ ડિફરન્સના ૭ મુસાફરો પાસેથી રૂા. ૩,૯૭૦/-, તેમજ સેકન્ડ ક્લાસમાં વિના ટિકિટ મુસાફરી કરતા ૧૫૦ મુસાફરો પાસેથી રૂા. ૭૭,૩૫૫/- દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વગર બુક કરાયેલ સામાન (Unbooked Luggage) સાથે મુસાફરી કરતા ૮૩ મુસાફરો પાસેથી રૂા. ૧૨,૩૪૦/- દંડ પેટે વસૂલ કરવામાં આવ્યા છે.

આ સઘન અને વ્યાપક અભિયાનને સફળ બનાવવા માટે રેલવે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ચેકિંગ ડ્રાઇવ દરમિયાન ૧૬ ટિકિટ ચેકિંગ કર્મચારીઓ (TTE), ૪ આરપીએફ (RPF) ના જવાનો અને ૧ કોમર્શિયલ ડિપાર્ટમેન્ટના અધિકારી સહિતનો મોટો કાફલો સ્ટેશન પર તૈનાત કરવામાં આવ્યો હતો, જેથી કોઈ મુસાફર દંડથી બચી ન શકે.

H 3 – Titwala Station Surprise Ticket Checking Drive – ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી જારી રહેશે

રેલવે પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટિકિટ વગર મુસાફરી કરતા અસામાજિક તત્વો અને નિયમ તોડનારાઓ સામે આ પ્રકારે સરપ્રાઈઝ ચેકિંગ (Surprise Checking) અભિયાન આગળ પણ સતત ચાલુ રહેશે. આ પ્રકારની કડક કાર્યવાહીથી રેલવેની ટિકિટ વગરની મુસાફરીમાં ઘટાડો થશે અને નિયમિત મુસાફરોને સગવડ મળશે તેમજ રેલવે આવક (Railway Revenue) માં પણ વધારો થશે.

👉 આ સમાચાર વાચો:
Cabinet approves PMEDrive scheme કેન્દ્રિય કેબિનેટે ૧૦,૯૦૦ કરોડના ખર્ચે ‘PMEDrive’ યોજનાને આપી મંજૂરી, ઇલેક્ટ્રિક ગતિશીલતાને મળશે વેગ

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version