Site icon

કોના બાપની દિવાળી, BMCએ બ્રીમસ્ટોવર્ડ પાછળ ખર્ચેલા 3,000 કરોડ રૂપિયા પાણીમાં ગયા, હવે કરોડના ખર્ચે ફરી નવો પ્લાન બનાવશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 જુલાઈ 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈની ભૌગોલિક પરિસ્થિતિને પગલે થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જતાં હોય છે. તેથી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ બ્રીમસ્ટોવર્ડ યોજના બનાવી હતી. જેમાં ગટરોને પહોળી કરવી સાથે પાઇપલાઇન વગેરેને પહોળાં કરવાં જેવાં કામ કરવામાં આવ્યાં હતાં. અત્યાર સુધી 3,000 કરોડ રૂપિયાથી પણ વધુ નાણાં ખર્ચી નાખ્યાં છે. છતાં મુંબઈમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્ રહી છે.

તેથી પાલિકાએ હવે લોકલ લેવલ પર પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પ્લાન તૈયાર કરી રહી છે. જેમાં પશ્ચિમ પરાંમાં સાંતાક્રુઝ, અંધેરી, કાંદિવલી, બોરીવલી અને દહિસરમાં લોકલ લેવલે યોજના તૈયાર કરી છે. એ માટે લગભગ 21 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.

લૉકડાઉનને કારણે જૂતાચોર અને ખિસ્સાકાતરુઓ પણ બેકાર બન્યા; મંદિર બંધ હોવાથી જૂતાચોરોની નજર હવે સોસાયટીઓ પર

સ્થાનિક વૉર્ડ દ્વારા આ યોજના હાથ ધરાશે. જેમાં વરસાદી પાણીનું વહન કરનારી સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ લાઇનને પહોળી કરવામાં આવશે. નાળાંને પહોળાં અને ઊંડાં કરવામાં આવવાનાં છે.  એ  સિવાય ઍરપૉર્ટ નજીક સહાર કાર્ગો પાસે પાણી ભરાય નહીં એ માટે ત્યાં નાળાની ઊંડાઈ વધારવામાં આવવાની છે. તો દહિસરમાં પાણી ભરાય નહીં એ માટે પરેલ હિંદમાતામાં જે મુજબ વરસાદી પાણીનો સંગ્રહ કરવા અન્ડરગ્રાઉન્ટ ટાંકીઓ બાંધવામાં આવી રહી છે એ મુજબ અહીં પણ ટાંકી બાંધવાનો પાલિકાનો વિચાર છે.

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Exit mobile version