Site icon

BMC પર કબજો કરવા BJPની નવી ફોર્મ્યુલા- મુંબઈ ઉપનગરના પાલક પ્રધાન બન્યા બાદ ભાજપના આ નેતા આવ્યા એક્શન મોડમાં

News Continuous Bureau | Mumbai

સોનાના ઈંડા આપનારી મરઘી તરીકે ઓળખાતી મુંબઈ મહાનગરપાલિકા (BMC)ને કબજે કરવા માટે મહારાષ્ટ્રમાં(Maharashtra) તમામ રાજકીય પાર્ટીઓએ(Political parties) અત્યારથી કમર કસી લીધી છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(Mumbai Municipal Elections) ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે. 30 વર્ષથી BMCમાં શાસન કરનારી શિવસેનામાં(Shivsena) એકનાથ શિંદેની(Eknath Shinde) મદદથી ભંગાણ પાડયા બાદ હવે ભાજપ(BJP) હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં હવે મુંબઈ ઉપનગરના( Mumbai suburbs)  પાલક પ્રધાન બનેલા(Guardian Minister) મંગલપ્રભાત લોઢાએ(Mangal Prabhat Lodha) તૈયારીઓ ચાલુ કરી દીધી છે.

Join Our WhatsApp Community

મુંબઈ મહાનગરપાલિકા જીતવા માટે ભાજપે(BJP) નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે, તેમાં હવે મંગલપ્રભાત લોઢા મુંબઈના ઉપનગરોના પાલક પ્રધાન પદ મળ્યા બાદ એક્શન મોડમાં આવ્યા છે. મંગલપ્રભાત લોઢાએ મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં 'મંત્રી તુમચા દારી' (મંત્રી તમારા દરવાજા પર) ઝુંબેશ ચાલુ કરી છે.  જે હેઠળ મુંબઈકરોના મત મેળવવા માટે હવે 'પાલક મંત્રી તુમચા દારી' પહેલ અમલમાં મૂકવામાં આવવાની છે.

આ સમાચાર પણ વાંચો :  રેલ યાત્રીઓ માટે સારા સમાચાર- મુંબઈથી રાજસ્થાન વચ્ચે વેસ્ટર્ન રેલવેએ શરૂ કરી નવી એક્સપ્રેસ ટ્રેન આ સ્ટેશનો પર કરશે હોલ્ટ

ભાજપના નેતાઓ મુંબઈ અને ઉપનગરોના તમામ મ્યુનિસિપલ વોર્ડમાં(Municipal Ward) જનતા દરબાર યોજશે. જનતા દરબાર દ્વારા મુંબઈકરોની અડચણો દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ભાજપે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને નગરપાલિકાની ચૂંટણીમાં લોકો સાથે સીધું જોડાણ કરવાનું નક્કી કર્યું છે. આ માટે મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં પાલક પ્રધાન જનતા દરબાર યોજાશે. આ લોકદરબાર ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી યોજાશે.
 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version