Site icon

ફરિયાદ કરવા રાણા દંપતી દિલ્હી દરબારમાઃ તો મુંબઈમાં BMCની ટીમ આજે ફરી રાણાના ઘરે  જશે.. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

રાણા દંપતી(Rana couple) અને શિવસેના(shiv sena) વચ્ચેનો વિવાદ ફરી ઉગ્ર બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. જેલમાંથી બહાર આવેલા રાણા દંપતી આજે ફરિયાદ નોંધાવવા દિલ્હી(Delhi) જઈ રહ્યા છે. તો બીજી તરફ, BMCની એક ટીમ આજે નવનીત રાણાના(Navneet Rana) મુંબઈમાં પશ્ચિમ પરાના ખાર(Khar)મા આવેલા તેમના નિવાસસ્થાને તેમના ઘરે કથિત ગેરકાયદે બાંધકામની તપાસ કરવા જાય તેવી શક્યતા છે. 

Join Our WhatsApp Community

નવનીત અને રવિ રાણા(Navneet Rana and Ravi Rana) આજે સવારે દિલ્હી જવા રવાના થશે. ત્યાંથી, તે લોકસભાના સ્પીકર ઓમ બિરલા(Lok Sabha speaker OM Birla) અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(union Home Minister Amit Shah)ને મળીને પોલીસ સ્ટેશનો અને જેલોમાં ખરાબ વર્તનની ફરિયાદ કરવાના હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : પ્રવાસીઓની ભીડથી તોબા: સેન્ટ્રલ રેલવેએ આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટનું ભાડું 50 રૂપિયા કરી નાખ્યું.. જાણો વિગતે.

આ દરમિયાન BMCની ટીમ આજે ફરી એકવાર રાણા દંપતીના ખારમાં આવેલા ઘરે જાય તેવી શક્યતા છે. અગાઉ બે વખત BMC અધિકારીઓ ગેરકાયદે બાંધકામનું નિરીક્ષણ કરવા રાણાના ઘરે ગયા હતા, પરંતુ દંપતી જેલમાં હોવાથી ઘર બંધ હોવાથી તેઓ નોટિસ આપીને પરત ફર્યા હતા.

 

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version