News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)માં કોલાબાથી પવઈ સુધીના વિસ્તારમાં ચાર દિવસનો પાણી કાપ(water cut0 મૂકવામાં આવ્યો હતો. જોકે મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ મુદત પહેલાં જ સમારકામ(Restoration work) પૂર્ણ કરી દેતા આજનો ચાર કલાકનો પાંચ ટકા પાણીકાપ રદ કરી દેવામાં આવ્યો છે.
BMC પિસે પાંજરાપુર કૉમ્પ્લેકસમાં ૧૦૦ કિલો વોલ્ટ વિદ્યુત સબસ્ટેશનમાં મંગળવાર, ૨૪ મે, ૨૦૨૨થી શુક્રવાર, ૨૭ મે ૨૦૨૨ સુધ ચાર દિવસ માટે સમારકામ કરવામાં આવવાનું હતું. તેથી પાલિકાએ મુંબઈના કેટલાક વિસ્તારમાં ચાર દિવસ માટે પાંચ ટકા પાણીકાપ મૂક્યો હતો.
આ સમાચાર પણ વાંચો : હવે મુંબઈના દરેક વોર્ડમાં પાર્કિંગ મળશે. BMC પ્લોટ શોધી રહી છે. જાણો નવી યોજના..
આ સમારકામને કારણે એ, બી, ઈ, એફ-દક્ષિણ, એફ-નોર્થ, એલ, એમ-ઈસ્ટ, એમ-વેસ્ટ, એન, એસ અને ટી વોર્ડમાં અમુક પરિસરમાં પાંચ ટકા પાણી કામ મુકવામાં આવ્યો હતો.
BMCના પાણી પુરવઠા ખાતાએ જોકે આ કામ ચાર દિવસને બદલે ફક્ત ત્રણ દિવસમાં પૂરું કરી નાંખ્યું હતું. તેથી આજનો પાણી કાપ રદ કરવામાં આવ્યો છે.
