ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 1 એપ્રિલ ૨૦૨૧
મુંબઈ
બાંદરા-વરલી સી લીંક ના ટોલ ની કિંમત વધુ એક વખત વધારવામાં આવી છે. નાની ગાડીઓ માટે ટોલ ની કિંમત ૭૦ રૂપિયા હતી જે હવે વધારીને પંચાસી રૂપિયા કરવામાં આવી છે. એટલે કે ટોલ ના ભાડામાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ જ પ્રમાણે તેમજ મીની બસ નું ટોલ 110 રૂપિયા હતું જે હવે વધારીને 130 રૂપિયા કરવામાં આવ્યું છે. આ જ પ્રમાણે મોટા વાહન નું ટોલ ભાડું 145 રૂપિયા હતું જે હવે વધારીને 175 રૂપિયા કરવામાં આવ્યું છે.
આમ સામાન્ય જનતાને વધુ એક માર પડ્યો છે.
