Site icon

 Torres Jewellery Scam: દાદરમાં પોન્ઝી સ્કીમ ચલાવતી ચિટ ફંડ કંપનીનું ઉઠમણું, લોકો સાથે થઇ કરોડો રૂપિયાની છેતરપિંડી; મોમલો; મુંબઈ પોલીસ થઇ દોડતી…  

 Torres Jewellery Scam:દાદરમાં ટોરેસ જ્વેલરી ઓફિસની બહાર રોકાણકારોની મોટી ભીડ એકઠી થઈ હતી. તેઓ કંપનીની સ્કીમ હેઠળ વચન આપેલ વળતર પરત કરવાની માંગ કરી રહ્યા હતા. ઘણા લોકોએ વળતરનું વચન આપતી યોજનાઓમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. કંપનીએ શરૂઆતમાં સ્કીમના હપ્તા આપ્યા હતા, પરંતુ છેલ્લા બે સપ્તાહમાં રોકાણકારોને કોઈ હપ્તો મળ્યો નથી. જેના કારણે રોકાણકારોને દાદરમાં ટોરેસ ઓફિસની બહાર એકઠા થવાની ફરજ પડી હતી. મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઓફિસના એન્ટ્રી ગેટ પર સુરક્ષા તૈનાત કરી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે કંપનીનો માલિક હાલ વિદેશમાં રહે છે.

Torres Jewellery ScamMumbai fraud Investors gather outside Torres Jewellery office in Dadar over unpaid returns; company blames CEO

Torres Jewellery ScamMumbai fraud Investors gather outside Torres Jewellery office in Dadar over unpaid returns; company blames CEO

News Continuous Bureau | Mumbai

Torres Jewellery Scam:મુંબઈમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈમાં ટોરેસ નામની જ્વેલર્સ કંપનીએ લોકોને ટૂંકા ગાળામાં પૈસા બમણા કરવાનું વચન આપ્યું હતું. 10 ટકા વ્યાજ આપવાનો ઢોંગ રચીને રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કંપનીનું નેટવર્ક દાદરથી છેક મીરા રોડ સુધી ફેલાયેલું હતું. જોકે, આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ આરોપીઓ નાસી ગયા છે.

Join Our WhatsApp Community

 Torres Jewellery Scam: 10 ટકા વ્યાજ દર મેળવવાના આશયથી રોકાણ કર્યું

અહેવાલો મુજબ ઘણા લોકોએ આ કંપનીમાં પૈસા રોક્યા હતા. કેટલાકે પોતાની જીવનભરની કમાણી પણ આમાં રોકી હતી. લોકોએ રોકડ પર 10 ટકા વ્યાજ દર મેળવવાના આશયથી રોકાણ કર્યું હતું. જોકે, રોકાણકારો સાથે છેતરપિંડી કરીને આરોપીઓ ફરાર થઇ ગયા છે. હવે આ બોગસ કંપની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ તપાસ કરી રહી છે.

Torres Jewellery Scam: પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો

ટોરેસ કંપની વિરુદ્ધ નવઘર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. કંપની સામે 26 લોકોના નિવેદન નોંધાયા છે અને 68 લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર ટોરેસ કંપનીએ લોકોના પૈસા હીરામાં લગાવીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. તેના બદલામાં મોટી રકમનું વ્યાજ ચૂકવવાનું પણ વચન આપ્યું હતું. આ વચનને વળગીને લોકોએ હજારો રૂપિયાનું રોકાણ કર્યું હતું.

અહેવાલો મુજબ ટોરેસ કંપની ભાયંદર પૂર્વના રામદેવ પાર્ક વિસ્તારમાં આવેલી છે. કંપનીએ રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ આપી અને તેમની સાથે છેતરપિંડી કરી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે એમ પણ કહ્યું છે કે આરોપીઓ સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે સામાન્ય લોકોને આવી કપટપૂર્ણ રોકાણ યોજનાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ કંપનીથી સાવચેત રહેવા અપીલ કરી છે.

Torres Jewellery Scam: અત્યાર સુધીમાં સાત રોકાણકારોએ ફરિયાદ કરી

એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી પોલીસે પોન્ઝી સ્કીમમાં કુલ 13.48 કરોડ રૂપિયા ગુમાવનારા ઓછામાં ઓછા સાત લોકોના નિવેદન નોંધ્યા છે, જેમાં તેમને તેમના રોકાણ પર માસિક વ્યાજ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. પોલીસને શંકા છે કે આરોપીએ મુંબઈ, નવી મુંબઈ અને મીરા ભાયંદર વિસ્તારમાં ઘણા રોકાણકારોને છેતર્યા છે. માહિતી અનુસાર, આરોપીએ જૂન અને ડિસેમ્બર 2024 વચ્ચે એક સ્કીમ શરૂ કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : Andheri Fire : મુંબઈના આ વિસ્તારની હાઈ રાઈઝ બિલ્ડીંગમાં મોડી રાત્રે ફાટી નીકળી ભીષણ આગ, એકનું મોત; જુઓ વિડીયો

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Exit mobile version