Site icon

રેશ ડ્રાઈવિંગ કરનારાઓનું આવી બનશે. મહારાષ્ટ્રમાં આટલા લોકો સામે નોંધાયો રેશ ડ્રાઇવિંગનો કેસ, વસૂલ્યો કરોડો રૂપિયાનો દંડ.. જાણો વિગતે.

Ahmedabad: Gujarat Police is now teaching a lesson to those who overturn cars by driving fast like this... Watch Video...

Ahmedabad: Gujarat Police is now teaching a lesson to those who overturn cars by driving fast like this... Watch Video...

 News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં(Maharashtra) રસ્તા પર બેદરકારી પૂર્વક વાહનો ચલાવનારા  સામે ટ્રાફિક પોલીસે આંખ લાલ કરી છે. મહારાષ્ટ્રના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસે(Director General of Police) રેશ ડ્રાઈવિંગ(Rash driving) કરનારાઓ સામે સખત પગલાં લેવાનો આદેશ આપ્યો છે. તે મુજબ નિયમોનું ઉલ્લંઘન કરનારા 3 લાખ 82 હજાર વાહનો સામે અત્યાર સુધી કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની પાસેથી  76,40,24,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

રસ્તા પર ખાસ કરીને સ્ટેટ હાઈવે પર લોકો ફૂલ સ્પીડે(Full speed) વાહન ચલાવતા હોય છે. હાઈવે પર બેદરકારીપૂર્વક સ્પીડે વાહન હંકારવાની કારણે એક્સિડન્ટ નું જોખમ વધી જાય છે. તેથી સ્પીડે વાહન ચલાવનારા સામે ટ્રાફિક પોલીસે(Traffic Police) કાર્યવાહી ચાલુ કરી છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ પોલીસની નવી પહેલઃ નાગરિક સાથે સંવાદ વધારવા સિટીઝન ફોરમ કમિટીની રચના કરાશે. જાણો વિગતે.

ટ્રાફિક પોલીસે આપેલા આંકડા મુજબ આ વર્ષમાં અત્યાર સુધી રાજયમાં ફૂલ સ્પીડે વાહન ચલાવનારા 1,871 ટુ વ્હીલર અને થ્રી વ્હીલર, 7,986 અન્ય વાહન અને 3,82,013 હળવા ફોર વ્હીલર સહિત 24 ટ્રેક્ટર ને દંડ ફટકારવામાં આવ્યો છે.

ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો પાસેથી 18 લાખ 66 હજાર રૂપિયા, હળવા ફોર વ્હીલર વાહનો પાસેથી 76,40,24,000 રૂપિયા અને અન્ય વાહનો પાસેથી 2,67,88,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. મોટાભાગના કેસ હાઈવે પર નોંધાયા છે.

 

Digital arrest scam: મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ: મુલુંડના ૭૨ વર્ષીય વૃદ્ધા સાથે ₹૩૨ લાખની છેતરપિંડી
Kalachowki Police: ૨૫ વર્ષથી ફરાર આરોપી આખરે સતારામાંથી ઝડપાયો: કાળાચોકી પોલીસની મોટી સફળતા
Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Exit mobile version