ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
મુંબઈ શહેરના ટ્રાફિક પોલીસ વિભાગે રેશ ડ્રાઇવિંગ કરનાર એટલે કે પૂર ઝડપે ગાડી ચલાવનાર લોકોની વિરુદ્ધમાં વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ હેઠળ જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 515 કેસ નોંધાયા છે અને 558 ટુ-વ્હીલર્સ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 477 ચાલકોની સામે કેસ દર્જ કરવામાં આવ્યા છે.
ચોંકાવનારી વાત એ છે કે જે વિસ્તારમાં ગુજરાતીઓ વધુ રહે છે ત્યાં આડેધડ ડ્રાઈવિંગ ના સૌથી વધુ કેસ છે. દિડોશી વિસ્તારમાં 43, કાંદિવલીમાં 38, સહાર માં 33, દહીસર માં 29 તેમજ મુલુંડમાં 28 કેસ નોંધાયા છે.
આમ હાલ આડેધડ ગાડી ચલાવનારો ની વિરુદ્ધમાં પોલીસે કડક પગલાં લીધા છે.