Site icon

બેફામ ડ્રાઇવિંગ!! દક્ષિણ મુંબઈમાં ટ્રાફિકના નિયમનો સૌથી વધુ ઉલ્લંઘન.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મુંબઈ પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી બેફામ ડ્રાઇવિંગ કરનારાઓમાં સામે ઝુંબેશ ધરી છે, જેમાં સૌથી વધુ બેફામ ડ્રાઇવિંગ કરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓમાં દક્ષિણ મુંબઈના લોકોનો સમાવેશ થતો હોવાનો મુંબઈ ટ્રાફિક પોલીસના ડેટા પર જણાઈ આવ્યું છે.

Join Our WhatsApp Community

મુંબઈ ટ્રાફિક પોલીસે સાત માર્ચથી 11 માર્ચ સુધી  ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. જે હેઠળ સૌથી વધુ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ(એફઆઈઆર) નાગપાડા ડિવિઝનમાં 26 નોંધાઈ હતી. ત્યારબાદ બીજા નંબરે દિંડોશી અને દેવનાર ડિવિઝનમાં 22-22 નોંધાઈ હતી. ત્યારબાદ ત્રીજા નંબરે કાલબાદેવી માં 20 અને દાદરમાં 16 નોંધાઈ હતી.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં સસ્તી થશે વોટર ટેક્સી સર્વિસ, ઠાકરે સરકારના આ નિર્ણય બાદ ભાડું થશે ઓછું… જાણો વિગતે

નાગપાડા જંકશનમાં સૌથી વધુ રોન્ગ સાઈડ ડ્રાઈવિંગના કેસ નોંધાયા હતા, જેમાં ફક્ત શુક્રવારના એક જ દિવસમાં 23 એફઆઈઆર નાગપાડામાં નોંધાઈ હતી. એ સિવાય દક્ષિણ મુંબઈના એલ.ટી.માર્ગ પોલીસ સ્ટેશનની હદમાં એટલે કે મુંબઈ પોલીસના મુખ્યાલય સામેનો વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા.

Mob of Hawkers Attacks BMC Team: કાંદિવલીમાં ગેરકાયદે ફેરિયાઓનો આતંક: દબાણ હટાવવા ગયેલી BMCની ટીમ પર હિંસક હુમલો, સરકારી વાહનોમાં તોડફોડ.
Kalyan: રેલ્વે પાર્કિંગ કોન્ટ્રાક્ટર પર પેવર બ્લોકથી જીવલેણ હુમલો, જૂની અદાવતમાં ૬ વ્યક્તિઓ સામે ગુનો દાખલ.
Mumbai: વીવીઆઈપી મૂવમેન્ટ દરમિયાન મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક, કાર ચાલકે આપી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી.
BMC Demolition Drive in Jogeshwari: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા કાર શોરૂમનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું.
Exit mobile version