Site icon News Continuous Bureau | Mumbai

Tragic Accident in Andheri: અંધેરીમાં કમકમાટીભર્યું મોત: બારીમાંથી પડેલું ડેબિટ કાર્ડ કાઢવા જતાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીના CEO ચોથા માળેથી નીચે પટકાયા; સારવાર દરમિયાન તોડ્યો દમ

Tragic Accident in Andheri: ગુમ થયાની ફરિયાદ બાદ અકસ્માતના સમાચારથી પરિવાર સ્તબ્ધ: અંધેરી પોલીસે કોઈ પણ ‘ફાઉલ પ્લે’ નો ઈનકાર કર્યો; કૂપર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

Tragic Accident in Andheri Mutual Fund CEO falls to death from 4th floor while trying to retrieve debit card; Mumbai Police registers ADR.

Tragic Accident in Andheri Mutual Fund CEO falls to death from 4th floor while trying to retrieve debit card; Mumbai Police registers ADR.

News Continuous Bureau | Mumbai

મુંબઈના અંધેરી વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે, જેમાં એક જાણીતી મ્યુચ્યુઅલ ફંડ કંપનીના સીઈઓ (CEO) નું ચોથા માળેથી નીચે પટકાવવાને કારણે મોત નીપજ્યું છે. ૩૯ વર્ષીય આ વરિષ્ઠ અધિકારી અંધેરીની એક ઓફિસની બારીમાંથી નીચે પડેલું પોતાનું ડેબિટ કાર્ડ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જે દરમિયાન સંતુલન બગડતા તેઓ સીધા નીચે પટકાયા હતા.મૃતક અધિકારી વિલે પાર્લેના રહેવાસી હતા. તેઓ ઘરેથી નીકળ્યા બાદ લાંબા સમય સુધી પરત ન આવતા પરિવારે ચિંતામાં જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે તેઓ અંધેરીમાં એક મિત્રની ઓફિસે ગયા હતા અને ત્યાં જ આ દુર્ઘટના બની હતી.

Join Our WhatsApp Channel

કાર્ડ કાઢવાનો પ્રયાસ જીવલેણ સાબિત થયો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ‘ચઢ્ઢા પ્રિમાઈસીસ’માં ચોથા માળે આવેલી ઓફિસમાં જ્યારે તેઓ હાજર હતા ત્યારે તેમનું ડેબિટ કાર્ડ અચાનક બારીની બહાર નીચેના સ્લેબ પર પડી ગયું હતું. કાર્ડ પાછું મેળવવા માટે તેમણે બારીમાંથી બહાર નમીને સાવરણી વડે કાર્ડને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ જોખમી પ્રયાસમાં તેમનું બેલેન્સ બગડ્યું અને તેઓ માથું નીચે રાખીને સીધા જમીન પર પટકાયા હતા.

આ સમાચાર પણ વાંચો : Hit-and-RunMumbai Airport: મુંબઈ એરપોર્ટ પાસે હિટ-એન્ડ-રન: પૂરપાટ ઝડપે આવતા ટ્રકે લોજિસ્ટિક્સ કર્મચારીને કચડ્યા; ૪૬ વર્ષીય વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન

બિલ્ડિંગના રહીશો અને સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક તેમને લોહીલુહાણ હાલતમાં અંધેરીની કૂપર હોસ્પિટલમાં લઈ ગયા હતા. ગંભીર ઈજાઓ અને વધુ પડતું લોહી વહી જવાને કારણે તબીબોના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. આ સમાચાર મળતા જ તેમના પરિવાર અને કોર્પોરેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસ

અંધેરી પોલીસે હાલમાં આ મામલે અકસ્માત મોતનો ગુનો (ADR) નોંધ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ઘટનાસ્થળની પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું છે કે આમાં કોઈ ષડયંત્ર કે શંકાસ્પદ બાબત જણાતી નથી. આ માત્ર એક આકસ્મિક દુર્ઘટના છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Shivaji Nagar Police શિવાજીનગર પોલીસની મોટી સફળતા હત્યાના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદની સજા
Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Marathi Language Compliance મરાઠી ફરજિયાત ઓટોટેક્સી ચાલકો પર ટ્રાફિક અને આરટીઓ વિભાગનો મોટો સપાટો, હજારો ડ્રાઇવરોને ફટકારાઈ નોટિસ.
Kandivali Heroin Seizure કાંદિવલી પોલીસની મોટી સફળતા ૩.૨૫ કરોડનું હેરોઈન ઝડપાયું, ડ્રગ્સ દાણચોરી કરતા બે શખ્સો સળિયા પાછળ.
Exit mobile version