Site icon

Mumbai: બોરીવલીની એક બહુમાળી બિલ્ડીંગના ફ્લેટમાંથી મળી એક વૃદ્ધ મહિલાની લાશ….બોરિવલી વિસ્તારમાં મચ્યો ખળભળાટ.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો….

Mumbai: સોસાયટીના રહેવાસીઓએ ફરિયાદ કરી હતી કે સુલોચનાના ફ્લેટમાંથી દુર્ગંધ આવી રહી છે. જ્યારે પોલીસે તેમના ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે તેમને સુલોચના મૃત હાલતમાં જોવા મળી.

"Tragic Discovery in Borivali: Elderly Woman Found Dead in Multi-Storied Building; Community in Shock as Details Emerge.

"Tragic Discovery in Borivali: Elderly Woman Found Dead in Multi-Storied Building; Community in Shock as Details Emerge.

News Continuous Bureau | Mumbai

Mumbai: બોરીવલી (Borivali) ના રાજેન્દ્ર નગર (Rajendra Nagar) માં એક બહુમાળી બિલ્ડિંગમાંથી 78 વર્ષીય મહિલાની લાશ મળી આવી છે. આ ઘટનાએ વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જી હતી અને મહિલા તેના બીમાર પતિ સાથે ઘરમાં રહેતી હતી. આ અંગે કસ્તુરબા પોલીસ સ્ટેશન (Kasturba Police Station) માં આકસ્મિક મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાનું નામ સુલોચના ભાસ્કર શેટ્ટી છે.

Join Our WhatsApp Community

રાજેન્દ્ર નગર, બોરીવલીની એકતા ભૂમિ(Ekta bhumi) બહુમાળી ઇમારતની K વિંગમાં પાંચમા માળે રહેતી હતી. સુલોચનાના રહેવાસીઓએ ફરિયાદ કરી હતી કે સુલોચનાના ફ્લેટમાંથી દુર્ગંધ આવી રહી છે. આ માહિતી મળતા જ બોરીવલી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે ફ્લેટ ખોલવામાં આવ્યો ત્યારે સુલોચનાનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Tomato Prices: ટામેટાએ તો સફરજનની સાઈડ કાપી, ભાવ સાંભળીને તમે પણ તોબા પોકારી જશો.. વાંચો ટમેટાના હાલ નવા ભાવો અહીંયા..

મૃત્યુનું કારણ હજુ અસ્પષ્ટ છે

તેમની પુત્રી બે દિવસથી તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી હતી.પોલીસ જ્યારે તેમના ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશી ત્યારે તેમને સુલોચના મૃત અને તેના પતિ બીમાર જણાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે સુલોચનાને એક પુત્રી છે અને તેણે તેની જાણ કરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ સુલોચના ભાસ્કરનું મૃત્યુ બે દિવસ પહેલા થયું હતું. પોલીસે એમ પણ કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.
પોલીસે સુલોચનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. તેમના મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી કારણ કે તેમના શરીર પર કોઈ હત્યા નિશાન કે ખુન ન હતુ. ફ્લેટમાંથી પણ કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી. આ મામલે કસ્તુરબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version