Site icon

હાશ!! રેલવેએ સામાન્ય લોકો વિશે વિચાર્યું. હવે કરશે એવું કામ જેનાથી રિઝર્વેશનની ઝંઝટ છૂટી જશે. જાણે વિગત.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

24 ડિસેમ્બર 2020 

અંગ્રેજોના જમાનામાં સ્થપાયેલી રેલ્વેને દેશની જીવનરેખા માનવામાં આવે છે. કોરોના વાયરસને કારણે તે બંધ થવાને કારણે લાખો મુસાફરો પ્રભાવિત થઈ રહ્યા છે. પરંતુ રેલ્વે હવે લોકોની મુશ્કેલીઓને દૂર કરવા રિઝર્વેશન વિના ટ્રેનો ચલાવવાનું વિચારી રહ્યું છે.  

આમાં મુસાફરો કરન્ટ ટિકિટ લઈને તુરંત મુસાફરી કરી શકશે. આમ રિઝર્વેશન કર્યા વગર જ મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. રેલ્વે દ્વાર ટ્રેનોને પહેલા એક ડિવિઝનમાં જ ચલાવશે, બાદમાં તે અન્ય વિભાગ વચ્ચે દોડાવાશે.  

 

આ ટ્રેનોમાં સંપૂર્ણ જનરલ કોચ હશે પરંતુ આ ટ્રેન એક્સપ્રેસ ટ્રેન રહેશે. પરંતું, આ ટ્રેનો કોરોના વાયરસની રસી લાવ્યા બાદ શરૂ થઈ શકે છે. 

ઔદ્યોગિક શહેરોમાં જવા અને પાછા ફરવા માટે આરક્ષણ  તરત મળતું નથી. મુંબઈ, દિલ્હી, અમદાવાદ, સુરત, ચેન્નાઈ, કોલકાતા, જમ્મુ સહિતના અન્ય શહેરોમાં જવા માટેની મહત્વપૂર્ણ ટ્રેનોમાં તો 15 જાન્યુઆરી સુધીનું રિઝર્વેશન અત્યારથી ફૂલ થઈ ગયું છે. 

દુર્ગાપૂજા, દીપાવલી, છઠ જેવા તહેવારોની સીઝનમાં મહાનગરોથી પરત આવતા મુસાફરોની સુવિધા માટે વિશેષ પૂજા ટ્રેનો દોડાવવામાં આવી હતી. આથી થોડી રાહત મળી, પરંતુ બાદમાં તેને બંધ કરી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં, લાંબા અંતર માટે રિઝર્વેશન મેળવવાની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. આથી રિઝર્વેશન વિનાની ટ્રેનો દોડાવ્યા બાદ લોકોને મોટી રાહત મળી શકે છે.

Ajit Pawar: મુંબઈમાં લાખો ડુપ્લિકેટ મતદારો! ડેપ્યુટી CM એ ચોક્કસ આંકડો આપ્યો, સાથે જ કર્યો નવો દાવો
Vasai chlorine gas leak: મુંબઈ નજીક વસઈમાં ક્લોરિન ગેસ લીક થતાં ૧નું મૃત્યુ, ૧૮ હોસ્પિટલમાં દાખલ
Uttan Virar Sea Bridge: મુંબઈ કોસ્ટલ રોડનું વિરાર સુધી વિસ્તરણ: ₹૫૮,૭૫૪ કરોડના ખર્ચે ઉત્તન-વિરાર તબક્કો-૧ સી બ્રિજને મંજૂરી
Kali Mata idol: પૂજારીનું કૃત્ય: મુંબઈના મંદિરમાં અનોખો બનાવ, મૂર્તિનો વેશ બદલવા પાછળ પૂજારીનો શું ઇરાદો હતો?
Exit mobile version