Site icon

 ટ્રેનમાં માસ્ક વગર પ્રવાસ કર્યો તો તમારું આવી બનશે. પોલીસ કરશે આ કાર્યવાહી; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

મંગળવાર.

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. જોકે તે સાથે જ લોકોએ પણ બેદરકારી દાખવવાનું ચાલુ કરી દીધું છે. હવે દિવસેને દિવસે લોકલ ટ્રેનમાં ભીડ વધી રહી છે, ત્યારે લોકોએ વધુ સંભાળવાનુ છે. એવા સમયે જ મુંબઈગરાએ લોકલ ટ્રેનમાં પ્રવાસ દરમિયાન માસ્ક પહેરવાનું બંધ કરી દીધું છે. તેથી આવા બેદરકાર લોકો સામે ગર્વમેન્ટ રેલવે પોલીસે(GRP) આંખ લાલ કરી છે.

લોકલમાં માસ્ક વગર પ્રવાસ કરનારાઓની GRP ધરપકડ કરી શકે છે.  GRPએ અત્યાર સુધી આઈપીસી કલમ 188 સરકારના નિયમનું ઉલ્લંઘન કરવા હેઠળ 12 લોકો સામે ગુના નોંધ્યા છે. 12માંથી 6 ગુના કલ્યાણ GRP, બે અંઘેરી GRP, કુર્લા તથા વાશીમાં એક-એક ગુનો નોંધવામાં આવ્યો છે. મુંબઈ બહારની સીમામાં ફક્ત પાંચ ગુના નોંધાયા છે.

ઈકોનોમીના અચ્છે દિન! મોદી સરકાર માટે રાહતના સમાચાર; ચાલુ નાણાકીય વર્ષમાં GDP આટલા ટકા રહેવાનો અંદાજ

કોરોનાના નિયંત્રણમાં લેવા માસ્ક પહેરવો અનિવાર્ય છે. છતાં વેકિસન લઈને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા હવે બિન્દાસ થઈ ગયા છે. સ્ટેશનો પર ઉમટતી ભીડમા નજર રાખનારું કોઈ નહીં હોવાનું જાણીને લોકોએ માસ્ક પહેરવાનું બંધ કરી દીધું છે, જે આગામી દિવસમાં જોખમી બની શકે છે.

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version