Site icon

Chogada Re : નવમે નોરતે અંધેરીના હોલી ફેમિલી ગ્રાઉન્ડમાં ખેલૈયાઓની સુનામી

Chogada Re : ઈસ્ટ યા વેસ્ટ... 'છોગાળા રે' સૌથી બેસ્ટ. મૂરજીભાઇ પટેલની બ્લોક-બસ્ટર નવરાત્રિ

News Continuous Bureau | Mumbai 

Chogada Re :

Join Our WhatsApp Community

*સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા: |
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુ:ખ ભાગ્યવેત્ ||*
જેનો મતલબ છે નવરાત્રીના(navratri) નવ દિવસ મનમાં ખરાબ વિચારો, છળ-કપટ, ઈર્ષા છોડીને આપણે નવ દિવસ સુધી માનવ કલ્યાણના કામો કરીએ. લોક લાડીલા ભારતીય જનતા પાર્ટીના(BJP) નેતા મૂરજીભાઈ પટેલે(Murji kaka) ‘ છોગાળા રે’ નવરાત્રિની પરિકલ્પના આ જ વિચારધારાને કેન્દ્રમાં રાખીને કરી હતી. સમાજ કલ્યાણના જઝબા સાથે તેઓ સાંસ્કૃતિક વારસાની જાળવણી ને સમગ્ર હિન્દુ સમાજને એકજૂથ કરવો એ જ એમનો ઉદ્દેશ્ય હતો. આ નવરાત્રિના આયોજન દ્વારા તેઓ લોકોને આધ્યાત્મિક રીતે જ નહીં પણ સામાજિક રીતે પણ જાગૃત કરવા માગતા હતા. તેથી જ લોકગાયિકા ગીતા રબારીના ચયનથી માંડીને રામમંદિરની પ્રતિકૃતિ સમાન સ્ટેજ ડેકોરેશન દ્વારા તેઓ લોકોને દેશની સંસ્કૃતિ સાથે જોડી દેવામાં સફળ રહ્યા છે. અંધેરી પૂર્વના સ્થાનિક રહેવાસીઓએ તેમનાં આ પ્રયાસ ને સહર્ષ વધાવી લીધો છે અને સનાતન ધર્મની વિચારધારાની સરાહના કરી છે. માત્ર ગુજરાતીઓએ જ નહીં પણ બધાજ હિન્દુઓએ મોટાપાયે હાજર રહીને આ નવરાત્રિને અનોખી સિદ્ધ કરી હતી. એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે અહીં માતાજીની આરાધના સાથે શ્રીરામની ભક્તિનું સુખદ મિલન નજરે ચડયું હતું.

અંધેરીમાં પહેલીવાર વિશાળ નવરાત્રિનું આયોજન થયું હતું. આખી નવરાત્રિ દરમિયાન અંધેરી પૂર્વ વિસ્તારની આખી શકલ જ બદલાઈ ગઈ હતી. ચિક્કાર મેદની, રોશનીના ઝગમગાટ ને કારણે આખો વિસ્તાર ધમધમી ઉઠયો છે. ખરા અર્થમાં આ હાઇ પ્રોફાઇલ ઓફિસ વિસ્તારને એક નવી ઓળખ મળી હતી.
આખી નવરાત્રિ દરમિયાન અહીં દૂર દૂરથી લોકો સામેલ થયા હતા.
વિક્રોલી, મુલુંડ જેવાં પૂર્વીય ઉપનગર ને બાંદ્રા, સાંતાક્રુઝ, વિલેપાર્લા ને અંધેરી જેવા પશ્ચિમી ઉપનગરના ગરબારસિકોએ અહીં મોટાપાયે જોડાઈને અંધેરીને પારંપરિક ને ભાતીગળ ગરબા માટેનું એક નવું ‘આઈકોનિક હબ’ બનાવી દીધું છે.

આ સમાચાર પણ વાંચો : Mukesh Ambani : ટેલિકોમ બાદ હવે એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી, આ કંપની સાથે થવા જઇ રહી છે મોટી ડીલ.. જાણો વિગતે અહીં..

મુરજીભાઈના આ જન ભાગીદારીના ઉપક્રમને વધાવવા માટે મહારાષ્ટ્રના(Maharashtra) ઉપ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદી, ભાજપના વરિષ્ઠ નેતા પ્રસાદ લાડ, ચારકોપ વિધાનસભા ક્ષેત્રના વિધાન સભ્ય યોગેશ સાગર, ઉદ્યોગ પ્રધાન નારાયણ રાણેના પુત્ર અને મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય નિતેશ રાણે, રાજકારણી અને જળ-યોદ્ધા ડૉ. સંજય પાંડે સહિત અનેક નામાંકિત હસ્તીઓએ આ નવરાત્રિમાં હાજરી આપી હતી. જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ સત્યનારાયણ ચૌધરી, અભિનેતા ને ઇન્ફ્લુએસર ભાવિન ભાનુશાલી, ગરબા કિંગ્સ સોની બ્રધર્સે – જિગર અને સુહ્રદ સોની, સહિત અનેક નામાંકિત લોકોએ ‘છોગાળા રે’ નવરાત્રિમાં અતિથિ તરીકે આવ્યા હતા.

આજે નવમે નોરતે ‘છોગાળા રે’ નવરાત્રિમાં ખેલૈયાઓ જબરજસ્ત રમઝટ બોલાવી હતી. લોકગાયિકા ગીતા રબારીના દેશી રણકા પર ગરબા રમવા જ નહીં તેના અવાજને સાંભળવા માટે પણ અબાલ-વૃદ્ધ હજારોની સંખ્યામાં ઊમટી પડ્યા હતા. આશરે 10 હજારથી વધુ ગરબા રસિકોની હાજરીને કારણે ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાઈ ગયું હતું.

મહત્ત્વની વાત એ છે કે, અંધેરી ખાતે પ્રથમ વખત આટલા મોટા પાયે નવરાત્રિનું આયોજન થયું છે. ગરબા પ્રેમીઓ માટે ખાણી પીણી ને કાર પાર્કિંગથી માંડીને કડક સુરક્ષા વ્યવસ્થા‌ સહિત ઉત્કૃષ્ટ દરજ્જાની તમામ વ્યવસ્થાઓની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે અષ્ટમીના દિવસે ભકતો માટે મંડળે ખાસ હવન અને મહાઆરતીનું આયોજન કર્યું હતું. ટૂંકમાં કહીએ તો નવલી નવરાત્રિ દરમિયાન અંધેરીનું હોલી ફેમિલી ગ્રાઉન્ડ પરંપરાગત અને ભાતીગળ સંસ્કૃતિ આધારિત આયોજનથી ઝળહળી ઉઠયું હતું.

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version