Site icon

સારા સમાચાર! નવુ વર્ષ વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓ માટે વધુ સગવડિયું બની જશે. રેલવે સ્ટેશનો પર આ સુવિધા ઉપલબ્ધ થશે; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

શનિવાર. 

ઉપનગરની ટ્રેનોમાં દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. તેથી પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આગામી નવા વર્ષમાં વેસ્ટર્ન રેલવેના 14 સ્ટેશન પર 23 એસ્કેલેટર અને 16 સ્ટેશન પર 20 ફૂટઓવર બ્રિજ બાંધવામાં આવવાના છે.

રેલવેના જણાવ્યા મુજબ મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ પર ત્રણ, મરીન લાઈન્સમાં એક, મહાલક્ષ્મી સ્ટેશન પર એક,  બાંદ્રા સ્ટેશન પર ત્રણ, બાંદ્રા ટર્મિનસ પર ત્રણ, સાંતાક્રુઝ સ્ટેશન પર એક, જોગેશ્વરી બે, ગોરેગામમાં એક, મલાડમાં એક, કાંદિવલીમાં એક, બોરીવલીમાં એક નાયગાંવમાં એક, વિરાર સ્ટેશન પર બે અને બોઈસર સ્ટેશન પર બે એસ્કેલેટર બેસાડવામાં આવશે. મોટાભાગનું કામ માર્ચ 2022 સુધી પૂરું થશે. 

હાલ વેસ્ટર્ન રેલવેમાં 114 ફૂટઓવર બ્રીજ છે. આગામી વર્ષમાં વધુ 20 ફૂટઓવર બ્રિજ ઊભા કરવાની રેલવેની યોજના છે.

ન્યૂ યરની પાર્ટી હોટલમાં ભુલી જાવ હવે ઘરે કરશો તો પણ આ નિયમોનું પાલન કરવું પડશે. નહીં તો પોલીસ પહોંચશે ઘરે, મહાનગરપાલીકાએ આ નિયમાવલી જાહેર કરી.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version