ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 22 ડિસેમ્બર 2021
બુધવાર.
કાંદીવલી(વેસ્ટ)માં ચારકોપમાં પડોશમાં રહેતી 14 વર્ષની સગીરા સાથે મિત્રતા કરીને તેનું કથિત રીતે શારીરિક શોષણ કરવાના આરોપ હેઠળ 21 વર્ષના યુવકની ચારકોપ પોલીસે ધરપકડ કરી છે. તેની પર પોસ્કો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ચારકોપ પોલીસના કહેવા મુજબ આરોપી યુવકે દુષ્કર્મ કર્યા બાદ કોઈને જણાવ્યું તો મારી નાખવાની ધમકી આપી હતી. ડરી ગયેલી ટીનએજરે જોકે તેની બહેનને આ બનાવની જાણ કરી હતી અને પૂરો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
મહિના પહેલા જ ટીનએજરના પડોશમાં રહેવા આવ્યો હતો. લાગ જોઈને તેણે ટીનએજર સાથે મિત્રતા કેળવી લીધી હતી. થોડા દિવસ પહેલા આરોપીનો પરિવાર બહાર ગયો હતો ત્યારે બહાર રમી રહેલી ટીનએજરને પોતાના ઘરે બોલાવી હતી.
યુવકના ઈરાદાથી અજાણ ટીનએજર તેના ઘરે ગઈ હતી ત્યારે યુવકે તેનું શારીરિક શોષણ કર્યુ હતું. તેમ જ આ બનાવ કોઈને કહ્યો તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેથી ડરી ગયેલી સગીરાએ આ બનાવની કોઈને જાણ કરી નહોતી. પરંતુ છેવટે તેણે પોતાની બહેનને તેની જાણ કરી હતી.
ચૂંટણી ઉત્તર પ્રદેશમાં પણ ટેન્શન વધ્યું મુંબઈના વાહનમાલિકોનુ, કારણ જાણી ચોંકી જશો. જાણો વિગત
ચારકોપ પોલીસમાં યુવક સામે પોસ્કો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કેસમાં વધુ તપાસ કરી રહી છે.
