Site icon

મુંબઈના જાણીતા રેડિયો જોકી કરણને “Gujju

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

21 જાન્યુઆરી 2021

મુંબઈ શહેર ના જાણીતા ગુજરાતી રેડિયો જોકી ને “Gujju" શબ્દ વાપરવો ભારે પડ્યો છે. માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વિટરે  વિચિત્ર કારણોસર તેનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. કારણ સાંભળીને નવાઈ લાગશે પણ મુંબઈના આર.જે. કરણ મેહતાનો આરોપ છે કે, તેમનું ટ્વિટર એકાઉન્ટ એટલે બંધ કરી દેવાયુંં હતું. કારણ કે તેે મુંબઈમાં કામ કરતા હતા અને એમને પોતાના શોનું નામ ગુજરાતીમાં રાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેમણે થોડા દિવસ અગાઉ એક શો લોન્ચ કર્યો હતો અને તેમના શોનું નામ: આપણો કરન-GUJJU રાખ્યું હતું.

કરણે આક્ષેપ કર્યો હતો કે, થોડા દિવસો અગાઉ શોના નામ માટે તેને ટ્વિટર પર ટ્રોલ કરાયો હતો અને મરાઠી ભાષીકોએ તેની ઠેકડી ઉડાવી હતી. આ ઉપરાંત તેને એમ પણ કહેવામાં આવ્યુ હતુંં કે, ‘મુંબઈમાં રહિને તે માત્ર મરાઠી ભાષાનો ઉપયોગ કરે, ગુજરાતી ભાષાનો પ્રયોગ તે ગુજરાતમાં જઈ કરે.’

આર.જે. કરણને આંચકો ત્યાર લાગ્યો કે જ્યારે માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વિટર તરફથી તેને મેસેજ આવ્યો કે, ‘Account Suspended – Twitter Suspends Account That Violate The Twitter Rules.’ જોકે ટ્રોલ કરનાર અજાણી વ્યક્તી વિશે કરણે ટ્વિટરમાં આ બાબતે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ ટ્વિટર એકાઉન્ટ ફરી એકટીવ કરી દેવાયુ હતું.

Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Satara Drug Bust: કરાડના પાચુપતેવાડીમાં DRI ની રેડ, પોલ્ટ્રી ફાર્મમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ; તપાસમાં ચોંકાવનારા ખુલાસા.
Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Navi Mumbai Crime: તુર્ભેમાં મોબાઈલ શોપમાં ચોરી કરનાર ૪ રીઢા ગુનેગારો ઝડપાયા, નવી મુંબઈ પોલીસે ૨૪ કલાકમાં લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો
Exit mobile version