Site icon

 કમાલ કહેવાય! 78 ઠેકાણે સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ દહીસર પોલીસે ધરફોડી કરનારા ચોરટાઓ પકડી પાડ્યા; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

દહીસર (Dahisar)અને બોરીવલી  (Borivali) વિસ્તારમાં મિનિટોમાં જ ઘરના દરવાજાના તાળા તોડીને ઘર સફાચટ કરી જનારી ટોળકીને પકડી પાડવામાં દહીસર પોલીસને(Dahisar Police) સફળતા મળી છે. પોલીસે નહીં નહીં તો લગભગ 78 જગ્યા પર રહેલા સીસીટીવી ફુટેજ(CCTv footage) તપાસની અજાણ્યા તસ્કરોન પકડી પાડ્યા હતા. ચોરટાઓને(Robbers) માથે ઘરફોડીના અનેક ગુના નોંધાયેલા છે.

Join Our WhatsApp Community

ઝોન 12ના ડેપ્યુટી પોલીસ કમિશનર(Deputy police commissioner) સોમનાથ ધાર્ગે(Somnath Dharge), દહીસર વિભાગના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર(Assistant police commissioner) વસંત પીંગળે(Vasant Pingle) અને દહીસર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર(Senior police inspector) પ્રવિણ પાટીલના(Pravin patil) નેતૃત્વમાં પોલીસે ઘરફોડી કરનારા આરોપીને પકડી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના(Crime branch) આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રણજીત ચવ્હાણ(Ranjeet chauhan) અને  તેમની ટીમને આ કેસ સોલ્વ કરવામાં સફળતા મળી છે. 

કેસની વિગત મુજબ બોરીવલી(પૂર્વ)માં  શ્રીકૃષ્ણ નગર રોડ નંબર -2માં આવેલા યાશિકા એપાર્ટમેન્ટમાં રહેતા 65 વર્ષના વિલાસ મોતીરામ મ્હામુણકર 20 એપ્રિલના સાંજે પોતાની પત્ની સાથે ગોરેગામ તેમના સબંધીના ઘરે ગયા હતા. ત્યારે અજાણ્યા તસ્કરોએ તેમના ઘરનું તાળું તોડીને ઘરમાં ઘૂસી ગયા હતા. ઘરમાં રહેલા લોખંડનો પલંગ તોડીને તેમાંથી 728 ગ્રામ વજનના સોનાના દાગીના(Gold jewellery) અને 1.75 કિલો ચાંદીની (Silver)વસ્તુ ચોરીને ભાગી છૂટ્યા હતા. બીજા દિવસે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમને ઘરમાં ચોરી થઈ હોવાનું જણાયું હતું.

પોલીસના કહેવા મુજબ બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરા ન હોવાથી ચોરીના બનાવ રાતના 11 વાગ્યાથી બીજા દિવસે બપોરના 2 વાગ્યાની આસપાસ બન્યો હોવાનું અનુમાન હતું. 

આ સમાચાર પણ વાંચો : ભિવંડીમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ચારોતરફ આગના ધુમાડા.. જુઓ વિડીયો, જાણો વિગતે

ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રણજીત ચવ્હાણ અને તેમની ટીમે ઘટના સ્થળની આજુબાજુની 9 ખાનગી ઈમારતના સીસીટીવી કેમેરા ચેક કરી નાખ્યા હતા. સતત 4 દિવસ તપાસ કર્યા બાદ બે અજાણ્યા તસ્કરો કેમેરામાં દેખાયા હતા. આરોપીઓ ટુ વ્હીલર માં હેલ્મેટ પહેરીને આવ્યા હોવાથી તેમને ઓળખવું મુશ્કેલ હતું. ઘરમાં ચોરી કરવા અગાઉ આરોપીમાંનો એક શખ્સ પહેલા રેકી કરી ગયો હોવાનું સીસીટીવી કેમેરામાં જણાયું હતું. ત્યારબાદ તે તેની સાથે બીજા આરોપીને દહીસર(વેસ્ટ)માંથી સાથે લાવ્યો હોવાનું સીસીટીવીના ફુટેજમાં જણાયું હતું. ઘટના સ્થળે સીસીટીવી કેમેરા ન હોવાથી આરોપીને શોધવું મુશ્કેલ હતું.

આરોપીઓને પકડવા માટે દહીસર, બોરીવલી, કાશિમીરા, કાસારવડવલી, થાણેમાં લગભગ 78 ઠેકાણે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. તેમાંથી આરોપીઓના અસ્પષ્ટ ફોટા મળ્યા હતા. પોલીસ ઈન્સ્પેકટર(ક્રાઈમ) સંજય બાંગુર અને આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર ચવ્હાણે સીસીટીવી ફુટેજમાંથી મળેલા ફોટા અને તેમના સુત્રો પાસેથી મળેસી ગુપ્ત બાતમીને આધારે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. ત્યારબાદ ચવ્હાણ અને તેમની ટીમે  52 વર્ષના અનંત ભીકુ કાંબળે અને 37 વર્ષના જ્ઞાનેશ્ર્વર બાંગરેને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 12,53,100 રૂપિયાની કિંમતનું 374.460 કિલોગ્રામ સોનુ અને 1225 ગ્રામ ચાંદીની વસ્તુ તથા મોબાઈલ જપ્ત કર્યા હતા.

આરોપીઓના માથે નવી મુંબઈમાં(navi mumbai) ઘરફોડી અને ચોરીના 26 ગુના દાખલ છે. આરોપીઓ બિલ્ડિંગમાં સીસીટીવી અને વોચમેન નહી હોય એવી બિલ્ડિંગની રેકી કરીને દિવસના 11થી બપોરના 3 વાગ્યા દરમિયાન બંધ ઘરના તાળા તોડીને લૂંટ કરતા હતા.
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version