ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 જૂન 2021
શુક્રવાર
ભાંડુપ પશ્ચિમ માં વિલેજ રોડ પર એક મોટી દુર્ઘટના થતાં બચી ગઈ. વાત એમ છે કે વધુ વરસાદને કારણે સંતોષી માતા મંદિર પાસે આખા રોડ પર પાણી ભરાઈ ગયું હતું. આ સમયે લોકો પોતાની જાતને બચાવવા માટે રસ્તાના કિનારે ચાલી રહ્યા હતા. બરાબર તે સમયે રસ્તાના કિનારા પર જે ગટર હોય છે તેનું ઢાંકણું ખુલી ગયું હતું. અહીંથી પસાર થનાર બે મહિલાઓ વારાફરથી આ ગટરમાં પડી.
એસ્સેલ વર્લ્ડ ની સફર મુંબઈની બેસ્ટ બસમાં, ચાલુ બસે ઘૂંટણ જેટલા પાણી ઘૂસી ગયા. જુઓ વિડિયો
જો કે નસીબ સારા હોવાને કારણે બંને મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. ગટર વધુ ઊંડી ન હોવાને કારણે ઘૂંટણ સુધી તેઓના પગ ગટરમાં ગયા હતા. જુઓ વિડિયો…
ભાંડુપ માં બે સ્ત્રીઓ ગટરમાં પડતા બચી ગઈ, વિડિયો સીસીટીવીમાં કેદ. જુઓ વિડિયો#Mumbai #rain #waterlogged #bhandup pic.twitter.com/tDgQyOL6Po
— news continuous (@NewsContinuous) June 11, 2021
