Site icon

લ્યો કરો વાત-મુંબઈને મળ્યો સૌથી ભુલકણા શહેરનો ખિતાબ-જાણો મુસાફરો કેબમાં કઈ કઈ વસ્તુઓ ભૂલી જાય છે

News Continuous Bureau | Mumbai 

ઉબેર કેબમાં(Uber Cab) મુસાફરી કરતી વખતે ઘણા મુસાફરો(Passengers) તેમનો સામાન ભૂલી જાય છે. જેમાં આધાર કાર્ડ(aadhar card), 5-કિલો ડમ્બેલ, કોલેજ સર્ટિફિકેટ(College Certificate) અને બર્થડે કેકનો(Birthday cakes) પણ સમાવેશ થાય છે. આ માહિતી એપ આધારિત કેબ સર્વિસ કંપની(Cab service company) ઉબેરના એક રિપોર્ટમાંથી મળી છે. રિપોર્ટ અનુસાર, મુંબઈ ભારતનું 'સૌથી ભુલકડું શહેર' છે.દિલ્હી-એનસીઆર(Delhi-NCR) બીજા અને ઉત્તર પ્રદેશની(Uttar Pradesh) રાજધાની લખનઉ(Lucknow) ત્રીજા નંબરે છે. સૌથી વધુ ભુલકડા શહેરોની યાદીમાં પશ્ચિમ બંગાળની(West Bengal) રાજધાની કોલકાતા(Kolkata) ચોથા ક્રમે છે. 

Join Our WhatsApp Community

આ ઇન્ડેક્સ અનુસાર, લોકો મોટાભાગે ઘેવર મીઠાઇ, બાંસુરી, આધાર કાર્ડ, બાઇક હેન્ડલ, ક્રિકેટ બેટ્‌સ, સ્પાઇક ગાર્ડ્‌સ અને કોલેજ સર્ટિફીકેટ જેવી યૂનિક આઇટમ(Unique item) ગાડીમાં ભૂલીને જતા રહે છે. ફોન, સ્પીકર્સ, હેડફોન, વોલેટ અને બેગ એ વસ્તુઓમાં સામેલ છે જે છેલ્લા એક વર્ષ દરમિયાન ઉબેરની કારમાં લોકો સૌથી વધુ છોડી ગયા હતા. ત્યારબાદ કરિયાણા, થર્મોસ, પાણીની બોટલ અને ફોન ચાર્જરની આવે છે. સામાન્ય રીતે કારમાં રહી જતી ટોપ ટેન વસ્તુઓની વાત કરીએ તો તેમાં ફોન, કેમેરા, લેપટોપ, બેગ, વોલેટ, સ્પીકર, કરિયાણું, કેશ, પાણીની બોટલ અને હેડફોનનો સમાવેશ થાય છે.

આ ઇન્ડેક્સમાં એ દિવસોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે વર્ષમાં સૌથી વધુ લોકો કારમાં પોતાનો સામાન ભૂલી ગયા હતા. જેમાં ૨૫ માર્ચ, ૨૪ માર્ચ, ૩૦ માર્ચ, ૩૧ માર્ચ અને ૧૭ માર્ચે સૌથી વધુ લોકોનો સામાન ઉબર કારમાં જ રહી ગયો હતો. લોકો રવિવારે સૌથી વધુ કપડાં, બુધવારે લેપટોપ અને સોમવાર અને શુક્રવારે હેડફોન અને સ્પીકર્સ ભૂલી જતા હતા. સામાન ભૂલવાના સૌથી વધુ કિસ્સા બપોરે ૧ વાગ્યાથી ૩ વાગ્યા દરમિયાન જાેવા મળ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ સાંભળજો- મુંબઈમાં ડરામણી ગતિથી વધી રહ્યા છે કોરોનાના કેસ- છેલ્લા 24 કલાકમાં આટલા નવા દર્દીઓ આવ્યા-જાણો આજના તાજા આંકડા 

ઉબરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મુંબઈએ સતત બીજી વખત દેશના સૌથી ભૂલકડા શહેરનો ખિતાબ જીત્યો છે. સાથે જ દિલ્હી-એનસીઆર અને લખનઉ પણ ભુલકડા શહેરોમાં સૌથી આગળ છે.'' ઉબર ઇન્ડિયાના સેન્ટ્રલ ઓપરેશન્સના(Central Operations) ડિરેક્ટર નીતીશ ભૂષણે(Nitish Bhushan) કહ્યું, "અમને લાગે છે કે કોઈ વસ્તુ ગુમાવવી ચિંતાનું કારણ બની શકે છે. પરંતુ જાે તમે ઉબરમાં મુસાફરી કરતી વખતે કોઈ વસ્તુ ગુમાવો છો તો તમારી પાસે હંમેશાં તેને ફરી મેળવવાનો વિકલ્પ છે.'' 

ગુમ થયેલા સામાન વિશે જાણવા ડ્રાઇવર(uber driver) પાર્ટનરનો સંપર્ક કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે ઉબર એપ્લિકેશન(Uber application) દ્વારા તેમને કોલ કરવો. જાે ડ્રાઇવર રીપ્લાય આપે અને પુષ્ટિ કરે કે તેમની પાસે તમારો સામાન છે, તો તેને પાછો લેવા માટે એક સમય અને સ્થળ સેટ કરો જે તમારા બંને માટે અનુકૂળ હોય.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ટ્રાફિક પોલીસના કડક પગલાં- પહેલા જ દિવસે હેલ્મેટ વગર હજારો લોકો દંડાયા- આંકડો જાણી ચોંકી જશો

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Exit mobile version