Site icon

Piyush Goyal: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ઉત્તર મુંબઈમાં વિવિધ પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ, આ ફ્લાયઓવર અંગે કરી વિસ્તૃત ચર્ચા.

Piyush Goyal: કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સાંસદ પીયૂષ ગોયલે ઉત્તર મુંબઈમાં વિવિધ પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

Union Minister Piyush Goyal inspected various projects in North Mumbai, discussed extensively about this flyover.

Union Minister Piyush Goyal inspected various projects in North Mumbai, discussed extensively about this flyover.

News Continuous Bureau | Mumbai

Piyush Goyal:   કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન ઉત્તર મુંબઈના સાંસદ શ્રી પીયૂષ ગોયલે ઉત્તર મુંબઈની ( North Mumbai ) મ્યુનિસિપલ કૉર્પોરેશન શતાબ્દી સ્કૂલથી તેમનો પ્રવાસ શરૂ કર્યો. શતાબ્દી મ્યુનિસિપલ સ્કૂલ, ચિંચોલીના 1200 વિદ્યાર્થીઓના દરેક વર્ગ રૂમની મુલાકાત લઈને વાતચીત કરી. વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી ગણપતિની મૂર્તિઓનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. આ પ્રસંગે શ્રી ગોયલે વિદ્યાર્થીઓને પૂછ્યું કે શાળાના બાળકોને કયા મહત્વના સાધનોની જરૂર છે? બાળકોએ આતુરતાપૂર્વક પિયાનો જેવા સંગીતનાં સાધનો સહિત ઘણી વસ્તુઓ માંગી. શ્રી ગોયલે ઉપસ્થિત શિક્ષકો પાસેથી શાળામાં કેટલા કોમ્પ્યુટર છે તે અંગે પણ પૂછપરછ કરી હતી. 

Join Our WhatsApp Community

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ગણેશ ખણકર, પૂર્વ કાઉન્સિલર યોગીતા કોળી સહિત અધિકારીઓ અને શિક્ષક સમાજ ઉપસ્થિત રહ્યા હતા.

આ પછી શ્રી ગોયલે મલાડમાં નિર્માણાધીન મીઠ ચોકી ફ્લાયઓવરનું ( Mith Chowky Flyover ) નિરીક્ષણ કર્યું, આ સમયે શ્રી ગોયલે મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગના અધિકારી શ્રી દિઘાવકર, ડીએમસી શ્રી શંકર રાવ અને આરટીઓ અધિકારી સાથે આ પુલનું કામ પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી. આ પુલ સપ્ટેમ્બર માસ સુધીમાં પૂર્ણ કરી શહેરીજનો માટે ઉપલબ્ધ થાય તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને સૂચનાઓ આપવામાં આવી હતી.

આ પ્રસંગે પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી ( Gopal Shetty ) , ધારાસભ્ય સુનીલ રાણે( Sunil Rane ) , ધારાસભ્ય યોગેશ સાગર ( Yogesh Sagar ) , પૂર્વ કોર્પોરેટર બાલા તાવડે, કમલેશ યાદવ, સેજલ દેસાઈ, જિલ્લા પ્રમુખ ગણેશ ખણકર, જિલ્લા પદાધિકારી અને મલાડ ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચોઃ  Rashtriya Vigyan Puraskar 2024: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર-2024 કર્યા એનાયત, પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યા આટલા એવોર્ડ.

મલાડમાં નિર્માણાધીન 600 એકરના વૈદિક પાર્કનું નિરીક્ષણ કરતી વખતે, શ્રી ગોયલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી “એક પેડ માં કે નામ” પહેલ હેઠળ 100 વૃક્ષો વાવમાં આવશે તેની પ્રતીકાત્મક શરૂઆત કરી.

આ પછી તેમણે અથર્વ કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

આ પ્રસંગે પત્રકાર મિત્રો સાથેની ખાસ વાતચીતમાં તેમણે તમામ વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો અને ઉત્તર મુંબઈને કઈ રીતે ઉત્તમ મુંબઈ બનાવવામાં આવશે તે પણ જણાવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kandivali Police Crackdown: કાંદિવલી પોલીસે ‘ન્યુસન્સ’ પર ફેરવ્યું બુલડોઝર: ગેરકાયદે અતિક્રમણ સાફ અને દારૂડિયાઓ પર પોલીસે કસ્યો સકંજો.
Gorai Dumping Ground Fire: ગોરાઈ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રહીશોના શ્વાસ રૂંધાયા, કિલોમીટરો દૂર દેખાયા જ્વાળાના દ્રશ્યો.
Borivali Shocking Video: બોરીવલી: ફેરિયાઓને હટાવવા ગયેલા પાલિકા સ્ટાફે જ સામાન ગટરમાં છુપાવ્યો! ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે વીડિયો જાહેર કરી BMC ની પોલ ખોલી.
Oil Smuggling Racket Mumbai: મુંબઈના મધદરિયે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની સર્જિકલ સ્ટ્રાઈક: આંતરરાષ્ટ્રીય ઓઇલ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ, 3 વિદેશી જહાજો ઝડપાયા.
Exit mobile version