Site icon

વાહ!!! હવે મુંબઈની એસી લોકલનો થશે કાયાકલ્પ, આ સગવડો થશે ઉપલબ્ધ.. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ઉનાળાની કાળઝાળ ગરમી(Summer)માં મુંબઈગરા માટે એસી લોકલ (Mumbai AC Local) વરદાનરૂપ સાબિત થઈ છે. સવાર-સાંજના પીક અવર્સમાં જ નહીં પણ બપોરના સમયમાં પણ એસી લોકલમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા વધી રહી છે. બહુ જલદી હવે આ એસી લોકલ નવા સ્વરૂપમાં જોવા મળવાની છે. 

નવી એસી લોકલ (Mumbai AC Local)માં બેઠક વ્યવસ્થામાં મોટા પ્રમાણમાં સુધારો કરવામા આવવાનો છે.  મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP)3 હેઠળ 238 લોકલ ટ્રેનો ખરીદવામાં આવવાની છે. હાલમાં વેસ્ટર્ન(Western) અને સેન્ટ્રલ(Central) અને હાર્બર(Harbour Line) રેલ્વે લાઈનો પર એસી લોકલ (AC Local)દોડાવવામાં આવી રહી  છે.

આ સમાચાર પણ વાંચો : મેટ્રોનો પ્રતિસાદ ઉત્તમ પણ દહાણુકરવાડી અને દહિસર વચ્ચે લોકો સફર નથી કરતા. જાણો કેમ?

નવી એસી ટ્રેનો(New AC train)માં મેટ્રોની જેમ અત્યાધુનિક સીટીંગવાળા કોચ(Seating coach) હશે. આ ટ્રેનમાં પેસેન્જરો માટે અગાઉની ટ્રેનો કરતાં વધુ જગ્યા પણ હશે. એક મોટર કોચ, છ હાલના કોચ અને વધારાના લગેજ કમ્પાર્ટમેન્ટ ને પણ જોડવામાં આવવાના છે.   

લોકલ ટ્રેન દોડાવવા માટેની યંત્રણા આ એસી લોકલની છત પર અથવા કમ્પાર્ટમેન્ટની નીચે સ્થાપિત કરવામાં આવશે. લોકલ કોચમાં એર સસ્પેન્શન સિસ્ટમનો પણ ઉપયોગ કરશે. એસી લોકલ (Mumbai AC Local)ની રચના અને અન્ય જરૂરી વસ્તુઓની ડિઝાઇન નક્કી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 2024 ના અંત સુધીમાં  આ નવી એસી લોકલ  (Mumbai AC Local)દોડાવવામાં આવે એવી અપેક્ષા છે. 

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version