Site icon News Continuous Bureau | Mumbai

UPSC Exam: થાણામાં ઝાડુવાળાનો દીકરો પાસ થયો. રથ પર સવાર થઈ સરઘસ નીકળ્યું. જાણો સફળતાની કહાની જુઓ સરઘસ નો વિડીયો…

UPSC Exam: પ્રશાંતે 2015 માં તેના સપનાને અનુસરવાનું શરૂ કર્યું અને અંતે તેના 9મા પ્રયાસમાં સફળતા મેળવી. પ્રશાંતની સિદ્ધિ ખાર્તાન રોડ સ્વીપર કોલોનીમાં રહેતા લોકોમાં ખુશી લાવી હતી. પ્રશાંતના પિતા પાલિકાના ચોથા વર્ગના કર્મચારી હતા.

UPSC Exam in thane Sweeper's Son in thane Creates History, Clears UPSC Civil Services Exam 2023..

UPSC Exam in thane Sweeper's Son in thane Creates History, Clears UPSC Civil Services Exam 2023..

News Continuous Bureau | Mumbai

UPSC Exam: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષા પાસ કરવી એ 32 વર્ષીય પ્રશાંત સુરેશ ભોજનેનું સપનું હતું અને તેને વાસ્તવિકતામાં ફેરવવા માટે તેણે દરેક મુશ્કેલીનો સામનો કર્યો. પ્રશાંતની માતા મહારાષ્ટ્રના થાણે ( Thane ) શહેરમાં મહાનગર પાલિકામાં સફાઈ કામદાર  તરીકે કામ કરે છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું અંતિમ પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું અને પ્રશાંતે આ પરીક્ષામાં 849મો રેન્ક મેળવ્યો હતો. 

Join Our WhatsApp Channel

પ્રશાંતે 2015 માં તેના સપનાને અનુસરવાનું શરૂ કર્યું અને અંતે તેના 9મા પ્રયાસમાં સફળતા મેળવી. પ્રશાંતની સિદ્ધિ ખાર્તાન રોડ સ્વીપર કોલોનીમાં રહેતા લોકોમાં ખુશી લાવી હતી. પ્રશાંતના પિતા પાલિકાના ચોથા વર્ગના કર્મચારી ( Civic Sweeper ) હતા. તેથી પ્રશાંતનો પરિવાર સ્વીપર કોલોનીમાં રહે છે. પ્રશાંત યુપીએસસીમાં સફળ થતાં લોકોએ બુધવારે રાત્રે આ ખુશીનો પ્રસંગ ઉજવ્યો હતો. જેમાં કેટલાક સ્થાનિક આગેવાનોએ પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.

  UPSC Exam: જ્યારે હું UPSC પરીક્ષા આપતો હતો. ત્યારે મારા પરિવારના સભ્યો પણ ચૂપચાપ બધું સહન કરતા હતા..

પરિવારજનોએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, પ્રશાંતની માતા થાણે મહાનગપાલિકામાં ( Thane Municipality ) સફાઈ કામદાર તરીકે કામ કરે છે અને તેના પિતા પાલિકાના ચોથા વર્ગના કર્મચારી છે. એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કરનાર પ્રશાંત નોકરી કરવા માગતો ન હતો અને તેનું સપનું હંમેશા ભારતીય વહીવટી સેવા ( IAS Officer ) અધિકારી બનવાનું હતું.

આ સમાચાર પણ વાંચો : Chitra Wagh: ભાજપ મહાયુતીના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના પ્રચાર માટે ચારકોપ વિધાનસભામાં ઘરકામ કરતી મહિલાઓ સાથે ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ચિત્રા વાઘની સંવાદ સભા

અભ્યાસની સાથે આજીવિકા કમાતા પ્રશાંતે મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, UPSC પરીક્ષાની તૈયારી કરતી વખતે તેણે 2020માં દિલ્હીની એક પરીક્ષા કોચિંગ સંસ્થામાં કામ કરવાનું શરૂ કર્યું હતું, જ્યાં તેને ઉમેદવારોના મોક એક્ઝામ પેપર ચેક કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પ્રશાંતે વધુમાં કહ્યું હતું કે, આ રીતે, મેં મારા અભ્યાસની સાથે-સાથે આજીવિકા મેળવી છે. પ્રશાંતે કહ્યું કે તેના પરિવારના સભ્યો તેને વારંવાર કહેતા હતા કે પરીક્ષા આપવાનું બંધ કરી દે અને ઘરે પાછો આવી જા, પરંતુ મને વિશ્વાસ હતો કે હું એક દિવસ આ પરીક્ષા પાસ કરીને રહીશ.

પ્રશાંતે વધુમાં કહ્યું હતું કે, જ્યારે હું UPSC પરીક્ષા આપતો હતો. ત્યારે મારા પરિવારના સભ્યો પણ ચૂપચાપ બધું સહન કરતા હતા. પરંતુ હવે તેમને આનું ફળ મળ્યું છે. તેમના પુત્રએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે તેનાથી માતા પિતા ખૂબ જ ખુશ છે. પ્રશાંતના પિતાએ આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, પહેલા હું ઈચ્છતો હતો કે મારો દીકરો નોકરી કરે પરંતુ હવે અમને લાગે છે કે તેણે જે કર્યું તે યોગ્ય હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Central Railway Mega Block રવિવારે મધ્ય રેલવે અને ટ્રાન્સહારબર લાઇન પર મેગાબ્લોક જાણો સંપૂર્ણ વિગત
Mumbai Mayank Lohar Murder Delivery Boy મુંબઈ લોકલ ટ્રેન મયંક મર્ડર કેસમાં મોટો ધમાકો! મુખ્ય આરોપી રોશનને ધારદાર છરો આપનાર ડિલિવરી બોય મિત્રની થઈ એન્ટ્રી
Mumbai Mayank Lohar Murder Delivery Boy મુંબઈ લોકલ ટ્રેન મયંક મર્ડર કેસમાં મોટો ધમાકો! મુખ્ય આરોપી રોશનને ધારદાર છરો આપનાર ડિલિવરી બોય મિત્રની થઈ એન્ટ્રી
AC Locals on CSMTKalyan Route મુંબઈગરાઓ માટે ખુશખબર, CSMTકલ્યાણ રૂટ પર દોડશે વધુ ૧૨ એસી (AC) લોકલ
Exit mobile version