ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧
સોમવાર
કાંદિવલીની હીરાનંદાની સોસાયટીમાં થયેલા બનાવટી વેક્સિનેશન કેસમાં પોલીસની સાથે જ મુંબઈ મહાનગરપાલિકાએ પણ તપાસ શરૂ કરી છે. પાલિકાએ બનાવટી વેક્સિનેશન કેન્દ્રમાં વપરાયેલી કોવિશીલ્ડ વેક્સિનની તપાસ માટે સિરમ ઇન્સ્ટિટ્યૂટને પત્ર લખ્યો છે. જેમાં વેક્સિન બેચની નોંધણી સહિત તપાસ માહિતી તેમણે મગાવી છે.
પાલિકાની પ્રાથમિક તપાસમાં વેક્સિનેશન કૅમ્પ રાખનારાઓએ ગેરકાયદે રીતે વેક્સિન મેળવી હોવાનું બહાર આવ્યું છે.
મુંબઈમાં ત્રીજા તબક્કાના પ્રતિબંધો યથાવત્; BMCએ જાહેર કરી આ નવી માર્ગદર્શિકા, જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે કાંદિવલીની હીરાનંદાની સોસાયટીના ફ્રૉડ વેક્સિનેશનની પોલીસમાં ફરિયાદ બાદ વર્સોવા પોલીસમાં પણ આવી જ ફરિયાદ નોંધવામાં આવી છે.