ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર
રાજ્ય સરકારના મફત વેક્સિન આપવાના ઇરાદા ની વચ્ચે જ મુંબઈ મહાનગરપાલિકા કમિશનરે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. પોતાના સ્ટેટમેન્ટમાં તેમણે ટીકા કરી સમીક્ષા બેઠકમાં જણાવ્યું કે મુંબઈ શહેરમાં ૧૮ વર્ષથી ઉપરના લોકોને મફતમાં વેક્સિન નહીં આપવામાં આવે. વેક્સિન માત્ર પ્રાઇવેટ હોસ્પિટલોને આપવામાં આવશે. ઓગસ્ટ મહિના સુધી મુંબઈમાં તમામ લોકોને વેક્સિન આપી દેવાશે. પરંતુ મુંબઇ વાસીઓએ આ માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં પૈસા ચૂકવવા પડશે.
આમ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં કોઈને મફત વેક્સિન નહીં મળે.