ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મુંબઈમાં મહિલાઓમાં કોરોના પ્રતિબંધક રસીકરણ વધારવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અનેક ઉપયયોજના અમલમાં મૂકવામાં આવી છે.
આજે મુંબઈના તમામ સરકારી અને પાલિકાના વૅક્સિનેશન સેન્ટરમાં ફક્ત મહિલાઓનું વૅક્સિનેશન રહેશે.
મંગળવારે 28 સપ્ટેમ્બરના રોજ ફક્ત વિદ્યાર્થીઓ અને શિક્ષકને સવારના વૅક્સિન આપવામાં આવશે.
જોકે બપોરના 3થી રાતના 8 વાગ્યા સુધી સામાન્ય નાગરિકોને વૅક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે.
આ બંને દિવસોએ તમામ સંબંધિત કેટેગરીના લાયક નાગરિકો રસીકરણ માટે મુંબઈનાં તમામ સરકારી અને મ્યુનિસિપલ રસીકરણ કેન્દ્રો પર ઑનલાઇન નોંધણી વિના સીધા જ વૉક-ઇન કરી શકશે.
ઉલ્લેખનીય છે કે બીએમસીએ અત્યાર સુધીમાં 69,42,871 પુરુષો અને 51,79,512 મહિલાઓને રસીના ડોઝ આપ્યા છે.