ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે 2021
ગુરુવાર
છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદો ઉઠતી આવી છે કે મુંબઈમાં વેક્સીનેશન સેન્ટર પર રસીકરણ માટે ભારે ભીડ જામે છે. આટલું જ નહીં આ રસીકરણ થતી વખતે યોગ્ય અંતર પણ જળવાતું નથી. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ હવે એક નવો કાયદો બનાવ્યો છે. જે મુજબ મુંબઈ શહેરના તમામ રસીકરણ કેન્દ્રો હવે 12:00 બાદ ચાલુ થશે. બપોર પછી વેક્સીનેશન સેન્ટર ચાલુ કરવાનું કારણ છે કે લોકો બપોરનું જમણ લીધા બાદ વેક્સિન સેન્ટર પર પહોંચે. તેમજ વગર કારણે ભીડ થાય નહીં. આ કાયદાનો અમલ ગુરુવારથી એટલે કે 13મી મેથી શરૂ થઈ ચૂક્યો છે.
કોરોનાના કાળ વચ્ચે સમાજવાદી પાર્ટીના નેતા ડિફેમેશન કેસમાં ફસાયા