ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે ૨૦૨૧
મંગળવાર
કોરોનાના વધતા પ્રકોપને ટાળવા અને રસીકરણ કેન્દ્રને વેગ આપવા નગરસેવકો અને સાંસદો પણ કામે લાગી ગયા છે. હવે તેમના પ્રયાસોથી ઉત્તર મુંબઈમાં અનેક ઠેકાણે નવા રસીકરણ કેન્દ્રોની શરૂઆત થઈ છે, જેની વિગતો નીચે આપી છે.
૧. બોરીવલી વેસ્ટમાં ૧૦ મેથી અટલ સ્મૃતિ ઉદ્યાન બેક ગેટ, ગાવદેવી મેદાન રોડ, શિંપોલી, બોરીવલી (પ)માં નવા રસીકરણ કેન્દ્રની શરૂઆત થઈ છે. ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટીના હાથે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
હવે આ રાજ્યમાં જવા માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજીયાત કરાયો.
૨. બોરીવલી વેસ્ટમાં સમાજ કલ્યાણ કેન્દ્ર, વાયએમસીએ ગ્રાઉન્ડ નજીક, આઈ. સી. કોલોની, બોરીવલી વેસ્ટમાં ૧૦ મેથી રસીકરણ કેન્દ્ર શરૂ થયું છે. હાલમાં અહીં દરરોજ માત્ર ૧૦૦ જ વેક્સીન આપવામાં આવે છે. ૪૪થી ઉપરના લોકો માટે જ આ કેન્દ્ર કાર્યરત છે. માહ્ડાના અધ્યક્ષ ડૉ. વિનોદ ઘોસલકરના હાથે કેન્દ્રનું ઉદ્ઘાટન ઉદ્ઘાટન થયું હતું.
3. મલાડ વેસ્ટમાં શોપ નંબર ૧ અને ૨, નાલંદા બિલ્ડિંગ, એવરસાઈન નગર, મલાડ વેસ્ટમાં ૧૦ મેથી રસીકરણ કેન્દ્ર શરૂ થયું છે. અહીં ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે આ કેન્દ્ર શરૂ થયું છે. ભાજપના જિલ્લા પ્રમુખ ગણેશ ખાનકરના દ્વારા આ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું હતું.
આ તમામ વેક્સીન કેન્દ્રોમાં જતા પહેલા રજિસ્ટ્રેશન કરી અગાઉથી અપોઈન્ટમેન્ટ લેવી ફરજીયાત છે.