Site icon

બોરીવલી વાસીઓ માટે સારા સમાચાર,  હવે વંદે ભારત એક્સપ્રેસ બોરીવલી પણ ઉભી રહેશે, જાણો વિગતે. 

ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતી હાઈ-સ્પીડ અને લક્ઝરિયસ પ્રવાસ સુવિધાઓથી સંપન્ન ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનને બોરીવલીનું નવું હોલ્ટ આપવામાં આવ્યું છે.

Maharashtra to get two new Vande Bharat trains ahead of next launch-Officials

રેલવેએ મહારાષ્ટ્રના લોકોને આપી સોગાત, આ તારીખથી દોડશે બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન..

News Continuous Bureau | Mumbai

 ‘વંદે ભારત એક્સપ્રેસ’ જે સ્ટેશનો પર ઊભી રહે છે તે સ્ટેશનોની યાદીમાં બોરીવલીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ જાણકારી રાજ્યકક્ષાના રેલવે પ્રધાન દર્શના જરદોશે ટ્વિટરના માધ્યમથી આપી છે. એમણે કહ્યું છે કે પ્રવાસીઓને સફર કરવામાં રાહત મળે એ માટે વંદે ભારતને બોરીવલી સ્ટેશને પણ ઊભી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. વધુમાં, આ ટ્રેન બુધવારને બાદ કરતાં સપ્તાહના બાકીના તમામ દિવસોએ ચાલુ રહેશે. આ સાથે જ ઉત્તર મુંબઈના સાંસદ સભ્ય ગોપાલ શેટ્ટી એ ટ્વિટ કરીને સરકારનો આભાર માન્યો હતો. . તેમજ તેમણે જુનો પત્ર વ્યવહાર પણ લોકો સમક્ષ આણ્યો હતો જેમાં તેમણે વંદે ભારત એક્સપ્રેસ ને બોરીવલી ખાતે રોકાણ માટેની મંજૂરી માંગી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મુંબઈ વાસીઓને રવિવારની રાત્રે જોરદાર ઠંડીનો અનુભવ થયો. તાપમાનમાં ઘટાડો!

 આ ટ્રેન બોરીવલી ઉભી રહેશે તેને કારણે લોકોને ઘણો લાભ થશે.  વાત એમ છે કે આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ થી શરૂ થતી હોવાને કારણે  ઉત્તર મુંબઈના લોકો માટે આ ટ્રેનમાં સફર કરવું અશક્ય બન્યું હતું.  . વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસ કરવા માટે ઉત્તર મુંબઈના પ્રવાસીઓને પહેલા એક કલાકનો રેલવે પ્રવાસ કરવો પડતો હતો. જેને કારણે  ટ્રેન મુસાફરી વધુ સમય વેડફનાર બની હતી. 

હવે રેલ્વે દ્વારા બોરીવલી ખાતે વંદે ભારતને સ્ટોપેજ અપાતા, લોકો આ ટ્રેનના સફરનો પૂરો આનંદ માણી શકશે. 

Mumbai: મોટા સમાચાર, મુંબઈની ઓસી વગરની સેંકડો સોસાયટીઓને મોટો ફાયદો! પહેલા છ મહિનામાં અરજી કરશો તો ‘નો પેનલ્ટી’
Maharashtra Government: મહારાષ્ટ્ર સરકારની અષ્ટવિનાયક યોજનાથી શ્રદ્ધા, પર્યટન અને અર્થતંત્રને વેગ મળશે.
Kapil Sharma controversy: મનસેએ કપિલ શર્માને આડા હાથે લીધો કહ્યું ‘મુંબઈને બોમ્બે કહેવાની હિંમત ન કરતા!’
Mumbai Hit and Run: મુંબઈના લાલબાગ નજીક હિટ-એન્ડ-રન: બે વર્ષની બાળકીનું મોત, ભાઈ ગંભીર રીતે ઘાયલ
Exit mobile version