Site icon

પાલઘર જિલ્લાની ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું – લાગી ભીષણ આગ – આટલા મજૂરો જીવતા હોમાયા 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના પાલઘર(Palghar)ના વસઈમાં બુધવારે હાઈડ્રોજન ગેસ સિલિન્ડર(Hydrogen Gas Cylinder)ના વિસ્ફોટને કારણે મોટી દુર્ઘટના થઈ હતી. સિલિન્ડર ફાટતાં(Cylinder Blast) કારખાનામાં આગ ફાટી નીકળી હતી. આ આગને પગલે ઓછામાં ઓછા ત્રણ મજૂરો(workers)ના મોત થયા હતા અને આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ, વસઈVasai)ના ચંદ્રપારા(Chandrapara) વિસ્તારમાં સ્થિત કંપનીમાં બુધવારે બપોરે લગભગ 3 વાગે અચાનક એક હાઈડ્રોજન સિલિન્ડરમાં વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી. થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. દુર્ઘટના સમયે કંપનીમાં 50થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ મજૂરો(worker)ના ઘટનાસ્થળે જ દાઝી જવાથી મોત થયા હતા, જ્યારે આઠ મજૂરો ગંભીર રીતે ઘાયલ(Injured) થયા હતા.

ઉલ્લેખનીય છે કે અગાઉ 29 જૂને પાલઘરમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. પાલઘરના તારપુરમાં MIDC ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં એક પછી એક બ્લાસ્ટને કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version