રસ્તા પર ગમે ત્યાં વાહનો પાર્ક કર્યા છે તો આવી બનશે!! વસઈ-વિરાર પાલિકાએ બેવારસ વાહનોને લઈને લીધો આ મહત્વનો નિર્ણય.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરવામાં આવતા બેવારસ વાહનોને જપ્ત કરવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. હવે વસઈ-વિરાર મહાનગરપાલિકાએ પણ રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરેલ બેવારસ વાહનનો જપ્ત કરવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરેલા વાહનોને સુરક્ષાની દ્ષ્ટિએ જોખમી બની શકે છે. તેમ જ રસ્તા પર ગમે ત્યાં વાહનોને પાર્ક કરવાના કારણે રસ્તા પર ટ્રાફિક જામની પણ સમસ્યા થઈ શકે છે. તેથી વસઈ-વિરાર મહાનગરપાલિકાએ રસ્તા પરના બેવારસ વાહનો સામે આકરા પગલાં લેવાનો નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં કોરોના મહામારી વચ્ચે પણ ગયા વર્ષે સારુ રહ્યું પ્રોપર્ટીનું વેચાણ.. 2021 માં 38 હજાર એકમોનું વેચાણ થયું, BMCએ બિલ્ડિંગ ક્લિયરન્સ ફી તરીકે અધધ આટલા કરોડ રૂપિયાની કરી કમાણી- રિપોર્ટ

વસઈ-વિરાર મહાનગરપાલિકામા નવ વોર્ડ છે, નવઘર-માણિકપૂર, વસઈ, આચોલે-નાલાસોપારા, વિરાર, ચંદનસાર, વાલિવ, વિરાર, બોલિંગ અને પેલ્હારનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં જુદા જુદા સ્થળો પર ટુ-વ્હીલર, ફોર-વ્હીલર રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરવામાં આવે છે. વસઈ-પૂર્વમાં ફાધરવાદી, સાતીવલી, ગોખીવરેમાં પણ ગમે ત્યાં વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે. 

તેથી પાલિકાએ રસ્તા પર પાર્ક કરનારા વાહનચાલકોને વિનંતી કરી છે કે તેઓ પોતાના વાહનો રસ્તા પરથી હટાવી લે. અન્યથા તેમના વાહનો જપ્ત કરવામાં આવશે. વાહન હટાવવાનો ખર્ચ પણ વાહનમાલિક પાસેથી વસૂલવામાં આવશે એવી ચેતવણી પણ પાલિકાએ આપી છે.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version