News Continuous Bureau | Mumbai
નવી મુંબઈ(Navi Mumbai)ના પ્રવેશદ્વાર વાશી ટોલ નાકા(Vashi Toll Naka) પર રવિવારે બપોરે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે દસથી વધુ વાહનો(vehicle)ને ટક્કર મારી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બે લોકો ઈજાગ્રસ્ત(injured) થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
वाशी टोल नाक्यावर डम्परची वाहनांना जोरदार धडक, घटना सिसिटीव्ही मध्ये कैद#Vashi #TollNaka #VashiTollNaka #Accident #Video #MarathiNews #NaviMumbaiNews
Video Credit: Siddhesh Mhatre pic.twitter.com/PhT1H9SyP5
— Akshay Baisane (अक्षय बैसाणे) (@Baisaneakshay) September 26, 2022
નવી મુંબઈના વાશી ટોલ નાકા પર ગઈકાલે સાંજે ચાર વાગ્યે ટોલ ભરવા માટે ઘણી કાર કતાર(que)માં ઊભી હતી. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતા ડમ્પરે 10 થી 12 જેટલા વાહનોને ટક્કર મારી હતી. અથડામણમાં વાહનોને વ્યાપક નુકસાન થયું હતું. તેમાં બસ, કાર, ટુ-વ્હીલર જેવા વાહનોનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ ડમ્પરની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી અને ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના ટોલ નાકા પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદ અને પ્લાસ્ટિકના ફૂલોનો લાગ્યો અસલી ફૂલોને ફટકો- નવરાત્રીમાં જાણો શું છે દાદર ફૂલની બજારના હાલ
