ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 ઓગસ્ટ, 2021
બુધવાર
મુંબઈમાં આજે સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.
કોરોના પ્રતિબંધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત પૂરતા પ્રમાણમાં રસીનો ડોઝ ઉપલબ્ધ ન હોવાથી 300 રસીકરણ કેન્દ્ર બંધ રાખવામાં આવ્યા છે.
જોકે, રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતા જ યોગ્ય નિર્ણય લઈ મુંબઈગરાને જાણકારી અપાશે અને રસીકરણ ફરી શરૂ કરાશે.
આ અગાઉ ગત જુલાઈ મહિનામાં 9 દિવસ બીએમસી અને મહારાષ્ટ્ર સરકારના રસીકરણ કેન્દ્રો બંધ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે શહેરમાં કુલ 401 રસીકરણ કેન્દ્રો છે, જેમાં BMC ના 283, મહારાષ્ટ્ર સરકારના 20 કેન્દ્રો અને 98 ખાનગી કેન્દ્રોનો સમાવેશ થાય છે.
