Mangal Prabhat Lodha: વીરચંદ ગાંધીના પરિવારજનોનું મકાન તુટશે નહી, રિપેર થશે: મંત્રી મંગલ પ્રભાત લોઢા

Mangal Prabhat Lodha: ચકલા સ્ટ્રીટમાં ગત સપ્તાહે આગમાં બળી ગયા બાદ આ મકાન તોડવા આવેલી મ્હાડાની ટીમને અટકાવાઇ

News Continuous Bureau | Mumbai

Mangal Prabhat Lodha: સ્વાતંત્ર્ય સેનાની અને ૧૮૯૩માં અમેરિકાની વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ સાથે અમેરિકા ગયેલા વીરચંદ રાધવજી ગાંધીના ( Veerchand Raghav Gandhi ) પરિવાર જનોનું મુંબઇમાં ચકલા સ્ટ્રીટ સ્થિત મકાન તોડવાને બદલે તેને રિપેર કરીને ફરી આ પરિવારના વસવાટ માટે સોંપવાનાં ચક્રો ગતિમાન થયા છે. જૈન શ્રેષ્ઠી વીરચંદ ગાંધીના પૌત્ર અને પૌત્રીએ મુંબઇનાં ઉપનગરીય પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાને કરેલી રજૂઆત બાદ આ જગ્યા તોડવા માટે આવેલા મ્હાડાનાં કોન્ટ્રક્ટરોને ( Mhada Contractors ) આ જગ્યાનું એતિહાસિક તથા સામાજીક મહત્વ સમજાવીને મંત્રી લોઢાએ તોડકામ અટકાવીને મ્હાડાના અધિકારીઓની મિટીંગ બોલાવી છે.

Join Our WhatsApp Community
Veerchand Gandhi's family house will not be demolished, will be repaired Minister Mangal Prabhat Lodha

Veerchand Gandhi’s family house will not be demolished, will be repaired Minister Mangal Prabhat Lodha

ગત ૧૭ મી જુને આગ લાગ્યા બાદ ચકલા સ્ટ્રીટનું ( Chakla Street ) તેમનું મકાન સળગી જવાથી વીરચંદ ગાંધીનાં પૌત્ર પ્રકાશ ગાંધી અને પૌત્રી સરલાબેન ગાંધી નિરાધાર થયા હતા. એવામાં આજે મ્હાડાના કોન્ટ્રાક્ટર અફઝલ ભાઇની ટીમ આ મકાન તોડવા માટે ઘટના સ્થળે પહોંચી હોવાની જાણ થતા જૈન સમાજનાં પ્રતિનિધીઓ અને પ્રકાશ ગાંધી તથા સરલા બહેને મંત્રી લોઢાનો સંપર્ક કરતા તેઓ ચકલા સ્ટ્રીટ ગયા હતા અને આ પરિવારનું અને તેમના મકાનનું સામાજીક અને એતિહાસિક દ્રષ્ટિએ કેટલું મહત્વ છે તે સમજાવીને તોડકામ અટકાવ્યું હતું. આ સાથે મંત્રી લોઢાએ વીરચંદ ગાંધીના પરિવારને તેમનું મકાન રિપેરીંગ ( House Repairing  )કરીને સુરક્ષિત પાછું અપાવવાનાં તમામ પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.

Veerchand Gandhi’s family house will not be demolished, will be repaired Minister Mangal Prabhat Lodha

પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ સોમવાર ૨૪ મી જુને મંત્રાલયમાં મ્હાડાનાં અધિકારીઓની એક બેઠક બોલાવી છે જેમા આ ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થાનને મ્હાડાનાં ફંડ અને જરૂર પડે તો સામાજીક સહાય સાથે ફરી રહેવા લાયક કરી આપવાની થયેલી પહેલ ઉપર અંતિમ નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે

આ સમાચાર  પણ વાંચો : Artificial Intelligence: AI કોઈ ખતરો નથી, નોકરીઓ ગુમાવશો નહીં, તેના કરતાં વધુ નવી નોકરીઓનું સર્જન થશે

અત્રે ઉલ્લેખનીય છે કે વીરચંદ રાધવજી ગાંધી બેરિસ્ટર હતા અને એક સમયે મહાત્મા ગાંધીના ( Mahatma Gandhi ) ગૂરૂ હતા. ભુતકાળમાં જ્યારે દેશમાં દુષ્કાળનો સમય હતો ત્યારે વીરચંદ ગાંધીએ અસર ગ્રસ્તો માટે જહાજ ભરીને અનાજની પણ વ્યવસ્થા કરી હોવાનું તેમના પરિવાર જનોએ જણાવ્યું હતું. જો કે આજે સંજોગો બદલયા છે અને તેમના પૌત્ર પાસે આ સ્થાનને ફરી ઉભું કરવાની ક્ષમતા નથી.

Veerchand Gandhi’s family house will not be demolished, will be repaired Minister Mangal Prabhat Lodha

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai Accident: મુંબઈમાં ગમખ્વાર અકસ્માત: BEST બસે બે યુવકોને કચડ્યા, એકનું મોત, એક ઘાયલ
Mumbai: મુંબઈમાં અનંત ચતુર્દશી પહેલા મળી મોટા આતંકી હુમલાની ધમકી, 400 કિલો RDX સાથે આટલા પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હોવાની મળી બાતમી
Panvel-Borivali-Vasai: મુંબઈ ના મુસાફરો માટે સારા સમાચાર, આ રેલ કોરિડોર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે.
Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Exit mobile version