Site icon

સાવધાન!! રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો આવી બનશે. ટ્રાફિક પોલીસ લેશે આ પગલા.. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને રોંગ સાઈડ તમારું વાહન ચલાવવાની આદત હોય તો સુધારી લેજો, નહીં તો વાહનથી હાથ ધોવાનો વખત આવી શકે છે. ટ્રાફિક પોલીસે રોંગ ડાયરેકશનમાં વાહન ચલાવનારાઓ સામે આકરા પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે. 

મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેએ પોલીસ કમિશનરનું પદ સંભાળવાની સાથે જ મુંબઈગરાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી હતી. હવે જે વાહનચાલકોએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, તેમની સામે ટ્રાફિક પોલીસે આકરા પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે, જેમાં રસ્તા પર ખોટી દિશામાં વાહન ચલાવતા પકડાયા તો તેમના વાહન જ સીધા જપ્ત કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં શરૂ કરાયેલ 'સન્ડે સ્ટ્રીટ'ને આબાલવૃદ્ધોનો જોરદાર પ્રતિસાદ, મુંબઈ પોલીસ કમિશનરે આ વિસ્તારમાં કરી સરપ્રાઈઝ વિઝીટ. જાણો વિગતે

મુંબઈના અનેક રસ્તાઓ પર ખાસ કરીને ટુ વ્હીલરવાળાઓ શોર્ટકર્ટના ચક્કરમાં અમુક વખતે ઉલટી દિશામાં વાહન ચલાવી લેતા હોય છે. જોકે હવે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા પકડાયા તો વાહન જપ્ત થવાની શક્યતા છે.

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version