Site icon News Continuous Bureau | Mumbai

લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોના પ્રવાસની મંજૂરી માટે મુખ્ય પ્રધાન કહી દીધી આ મોટી વાત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી માટે સામાન્ય નાગરિક, રાજકીય પક્ષ, પ્રવાસી સંગઠનોથી લઈને હાઈ કોર્ટ પણ રાજ્ય સરકારને સવાલ કરી રહી છે. મુંબઈમાં રાજકીય પક્ષો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યાં છે, ત્યારે સરકાર પોતાની જવાબદારીને ધ્યાનમાં રાખીને સામાન્ય નાગરિકને લોકલ ટ્રેનમાં પ્રવાસ માટે મંજૂરી આપશે એવી સ્પષ્ટતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરી છે.

કોરોના વેક્સિનના બંને ડોઝ લેનારા માટે શરૂ થાય લોકલ ટ્રેનસેવા, કાંદિવલીમાં ભાજપ રસ્તા પર ઊતરી, કર્યું વિરોધ પ્રદર્શન; જુઓ ફોટા અને વીડિયો

મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે. કોરોનાના કેસમાં પણ ઘટાડો થઈને રોજના 300થી 400 કેસ નોંધાઈ રહ્યા છે. દુકાનો ખુલ્લી રાખવાનો સમય પણ રાતન 10 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે, ત્યારે  હવે સામાન્ય નાગરિકો માટે લોકલ ટ્રેનના દરવાજા ખોલી નાખવાની સતત માગણી થઈ રહી છે. આ મુદ્દે રાજ્ય સરકાર કોઈ નિર્ણય લેતી ન હોવાથી સખત ટીકા થઈ રહી છે. પ્રવાસી સંગઠનો, રાજકીય પાર્ટીઓ અને સામાન્ય નાગરિકો પણ રોષે ભરાયા છે. એટલે સુધી કે હાઈ કોર્ટે પણ સરકારને આ મુદ્દે ઠપકો આપ્યો છે. છતાં નિર્ણય લેવાથી સરકાર દૂર ભાગી રહી હોવાનો આરોપ થઈ રહ્યો છે, ત્યારે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે નિયંત્રણો હળવાં કરવામાં આવી રહ્યાં છે. લોકલ ટ્રેન બાબતનો નિર્ણય પણ જવાબદારીનું ભાન રાખીને લેવામાં આવશે. ટૂંક સમયમાં જ એ બાબતે જાહેરાત કરવામાં આવશે ત્યાં સુધી નાગરિકોને સંયમ રાખવાની સલાહ તેમણે આપી હતી.

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version