Site icon News Continuous Bureau | Mumbai

વાહ!! બહુ જલદી મિલન સબવે પણ થશે પૂરમુક્ત, મુંબઈ મનપા આ યોજના અમલમાં મૂકશે.. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 07 માર્ચ, 2022,

Join Our WhatsApp Channel

સોમવાર, 

વર્ષોથી મુંબઈમાં થોડા વરસાદમાં પણ સાન્તાક્રુઝ(વેસ્ટ)માં આવેલો મીલન સબ-વે પાણીમાં ડૂબી જતો આવ્યો છે. જોકે હવે બહુ જલદી મિલન સબ-વેમાં ભરાતી પાણીની સમસ્યાથી છૂટકારો મળવાનો છે.

મુંબઈ મહાનગરપાલિકાએ જે રીતે પરેલ-હિંદમાતામાં ભરાતા પાણીની સમસ્યા દૂર કરવા માટે અહીં અંડરગ્રાઉન્ડ ટાંકી બાંધી છે. તે પ્રમાણે જ પાલિકા હવે મિલન સબવેમાં પણ આવી અંડરગ્રાઉન્ડ ટાંકી બાંધીને તેમાં વરસાદી પાણીનો નિકાલ કરવાની છે.

મુંબઈમાં પત્રકારોને મળશે નવું ભવન. ઉત્તર મુંબઈના આ સાંસદે કરી પહેલ. જાણો વિગત

અન્ડર ગ્રાઉન્ડ ટાંકી પ્રોજેક્ટ હેઠળ અતિવૃષ્ટિ દરમિયાન નીચાણવાળા વિસ્તારમાં ભરાતા પાણીનો નિકાલ કરવા માટે અંડર ગ્રાઉન્ડ ટાંકી બાંધવામાં આવે છે. વરસાદી પાણી પાઈપલાઈન મારફતે અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ઠાલવવામાં આવે છે અને પછી બાદમાં આ પાણી દરિયામાં ઠાલવવામાં આવે છે. 

મિલિન સબવે માટે નજીકમાં 20,000 લિટર ઘનમીટરની ટાંકી બાંધવામાં આવવાની છે, એટલે કે તેમાં બે કરોડ લિટર પાણી સમાવાની ક્ષમતા હશે. વરસાદી પાણીનો નિકાલ પાઈપલાઈન મારફતે આ ટાંકીમાં કરાશે.  તે માટે 1200 મિલીમીટર વ્યાસની પાઈપલાઈન પણ નાખવામાં આવવાની છે. આ પ્રોજેક્ટ માટે પાલિકા 33 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.  

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version