Site icon News Continuous Bureau | Mumbai

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વૈશ્વિક રાજદ્વારીઓ અને દિગ્ગજ બિઝનેસ લીડર્સ સાથે સંવાદ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં રોકાણ પર ભાર

Vibrant Gujarat 2027 Mumbai Roadshow  વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭ ૩ સપ્ટેમ્બરે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડશો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭ ૩ સપ્ટેમ્બરે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડશો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Vibrant Gujarat 2027 Mumbai Roadshow ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ૨૦૨૭’ માટે નવી દિલ્હીમાં સફળ કર્ટન રેઝર બાદ હવે દેશની આર્થિક રાજધાની મુંબઈ ખાતે ગુજરાત સરકાર દ્વારા ૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ એક ભવ્ય રોડશોનું આયોજન કરવામાં આવ્યું છે. કોલાબા સ્થિત ઐતિહાસિક ‘ધ તાજ મહલ પેલેસ’ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ દેશોના કોન્સ્યુલ જનરલ્સ તથા દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સીધો સંવાદ સાધશે. આ રોડશો દ્વારા વૈશ્વિક રોકાણકારો સમક્ષ ગુજરાતના વિકાસ વિઝન અને રોકાણની નવી તકો રજૂ કરવામાં આવશે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow – વૈશ્વિક રાજદ્વારીઓ સાથે સંવાદ અને પ્રેઝન્ટેશન

મુંબઈ ખાતે આયોજિત આ વિશેષ રોડ-શોની શરૂઆત ‘કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી’ (CII) ના રાષ્ટ્રીય અધ્યક્ષ આર. મુકુંદનના સ્વાગત પ્રવચનથી થશે. ત્યારબાદ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ના આયોજન અને રોકાણની સંભાવનાઓ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના મુખ્ય સચિવ તેમજ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ ગુજરાતમાં વેપાર-ઉદ્યોગના વિકાસ અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ના પોતાના હકારાત્મક અનુભવો શેર કરશે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow – દિગ્ગજ કોર્પોરેટ ગૃહો સાથે વન-ઓન-વન બેઠકો

રોડ-શોના મુખ્ય કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ટ્રસ્ટ્સ, મહિન્દ્રા ગ્રુપ, એએમ/એનએસ ઇન્ડિયા, ગોદરેજ, લાર્સન એન્ડ ટુબ્રો (L&T), સિપ્લા, સન ફાર્મા, પિરામલ ગ્રુપ અને આદિત્ય બિરલા ગ્રુપ જેવી દેશ-વિદેશની પ્રતિષ્ઠિત કંપનીઓના વડાઓ સાથે વન-ઓન-વન વ્યક્તિગત બેઠકો કરશે. આ બેઠકોમાં એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, ગ્રીન એનર્જી, આઇટી, ઓઇલ અને એનર્જી, હેવી એન્જિનિયરિંગ તેમજ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે મૂડીરોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારી (Strategic Partnerships) અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow – યુવા ઉદ્યોગસાહસિકો સાથે રાઉન્ડટેબલ અને રોકાણ તકો

આ આયોજનના ભાગરૂપે રાજ્યમાં ઉપલબ્ધ નવી તકો અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે યુવા ઉદ્યોગસાહસિકો (Young Entrepreneurs) સાથે એક વિશેષ રાઉન્ડટેબલ બેઠક પણ યોજાશે. ગુજરાતના મજબૂત ઔદ્યોગિક માળખા, શ્રેષ્ઠ કનેક્ટિવિટી, રોકાણ-મૈત્રીપૂર્ણ સરકારી નીતિઓ અને ટકાઉ તેમજ ટેક્નોલોજી આધારિત વિકાસ માટેની પ્રતિબદ્ધતાને રોકાણકારો સમક્ષ ઉજાગર કરવામાં આવશે, જેનાથી આગામી સમિટમાં રાજ્યમાં મોટા પાયે રોજગારી અને મૂડીરોકાણ લાવવાનો માર્ગ મોકળો બનશે.

👉 આ સમાચાર વાચો:
BCCI Meeting હિટમેનનું ફ્યુચર શું? કાલે BCCIની હાઈપ્રોફાઈલ મીટિંગ, રોહિત શર્માના વનડે કરિયર પર સૌની નજર

Malad Child Labour Rescue મલાડમાં ઈમિટેશન જ્વેલરી યુનિટમાંથી ૧૭ સગીર બાળમજૂરો મુક્ત ૧૦ બાય ૧૨ની ઓરડીમાં ૧૫૧૬ કલાક અમાનવીય મજૂરી, સંચાલક ઝડપાયો
Palghar Upsarpanch Extortion Arrest ₹૮૦ લાખની ખંડણી માંગવાના કેસમાં પાલઘરના ઉપસરપંચ સહિત બે ખંડણીખોરોની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચે રમકડાંની નકલી નોટો આપી રંગેહાથ ઝડપ્યા
Kandivali Station Ticket Checking Clash પશ્ચિમ રેલવેના કાંદિવલી સ્ટેશને ટિકિટ ચેકિંગ વખતે ભારે હોબાળો મુસાફર મહિલાના કપડાં ફાટ્યા, મહિલા ટીટીઈ ઈજાગ્રસ્ત થતાં અફરાતફરી
Externment Order Violation Khar Arrest તડીપારનો આદેશ ભંગ કરી મુંબઈમાં ઘૂસેલો રીઢો ગુનેગાર ખાર સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો પોલીસે છટકું ગોઠવી દબોચ્યો
Exit mobile version